અસમમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ઘરથી નીકળ્યા લોકો

Written By:
Subscribe to Oneindia News

આસામના ઘિમાજીમાં રવિવારે સવારે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 પરિક્ટર સ્કેલ માંપવામાં આવી છે. અચાનક જ જમીરમાં કંપન અનુભવતા લોકો સવારે તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલ આ ઘટનામાં કોઇ પણ જાનમાલના નુક્શાનની ખબર નથી આવી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ થોડા દિવસ પહેલા દિલ્હી અને ગુજરાતમાં રાજકોટ સમેત વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તે પછી ફરી એક વાર આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Assam

રાજકોટમાં 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો બીજી તરફ આસામમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આ આંચકાના લીધે રવિવારે સવારે લોકો પથારીમાંથી સફાળા જાગી ગયા હતાા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલ તો તે વિસ્તારમાં શાંતિ છે. પણ તેમ છતાં હજી આવા અન્ય નાના આંચકાઓ અનુભવાય તેવી સંભાવના ત્યાં બનેલી છે. જો કે ભૂંકપના આંચકા અનુભવ્યા પછી આસમના આ વિસ્તારમાં લોકો સચેત થઇ ગયા છે.

English summary
Earthquake hit Assams Dhemaji.Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.