પંજાબના અમૃતસરમાં મોડી રાતે ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1

પંજાબના અમૃતસરમાં મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

પંજાબના અમૃતસરમાં મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ પંજાબના અમૃતસરથી 145 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. મોડી રાતે 3 વાગીને 42 મિનિટે અમૃતસરમાં ભૂકંપ આવ્યો છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

earthquake

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ સોમવારે સવારે 3.42 વાગ્યે પંજાબના અમૃતસરથી 145 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ ઊંડાણ જમીનથી 120 કિમી નીચે હતુ. તમને જણાવી દઈએ કે શનિવારે પણ પંજાબના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંદીગઢ સહિત પંજાબના ઘણા વિસ્તારોમાં 30થી 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંદીગઢ અને પંજાબ સિવાય શનિવારે દિલ્લી, ગાઝિયાબાદ સહિત NCRમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 હતી.

શનિવારે સવારે ઉત્તરાખંડના ઋષિકેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, દેશના કોઈપણ ભાગમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનહાની અથવા સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. દિલ્લી-એનસીઆરમાં એક અઠવાડિયામાં આ બીજો ભૂકંપ હતો. આ પહેલા મંગળવારે પણ દિલ્લીમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનુ કેન્દ્ર નેપાળ જણાવવામાં આવી રહ્યુ છે. નેપાળમાં શનિવારે સાંજે લગભગ 7.57 કલાકે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X