For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Earthquake News : દિલ્હી બાદ હવે મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

|
Google Oneindia Gujarati News

Earthquake News : દિલ્હી સહિત દેશમાં ઘણા રાજ્યોમાં મંગળવારની રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે બાદ શુક્રવારની સવારે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઇ જાનમાલનું નુકસાન થયું નથી. આ ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂરજપુરના ભાટગાંવથી 11 કિલોમીટર દૂર હતું ભૂકંપ કેન્દ્ર

સૂરજપુરના ભાટગાંવથી 11 કિલોમીટર દૂર હતું ભૂકંપ કેન્દ્ર

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયાહતા.

રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 હતી. તેમજ કેન્દ્ર ગ્વાલિયરથી 28 કિમી દૂર અને જમીનથી 10 કિમી દૂર હતું.

આવા સમયે છત્તીસગઢના અંબિકાપુર સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હતું. બંને રાજ્યોમાં કોઈ નુકસાનના સમાચાર નથી. જોકે ભૂકંપના સમાચાર મળતા જ લોકો ભયભીત થઈ ગયા હતા.

મંગળવારે ભૂકંપની તીવ્રતા વધુ હતી

મંગળવારે ભૂકંપની તીવ્રતા વધુ હતી

મંગળવારના રોજ દિલ્હી, યુપી, પંજાબ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, એમપી અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રઅફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું.

રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી, જેના કારણે પૃથ્વી લાંબા સમય સુધી ધ્રૂજી રહી હતી. જેના કારણેલોકો મોડી રાત્રે ઘરની બહાર નીકળી ગયા હતા અને લાંબા સમય સુધી રસ્તા પર ઉભા રહ્યા હતા.

પશ્ચિમ હિમાલય ભૂકંપ માટે વધુ સંવેદનશીલ

પશ્ચિમ હિમાલય ભૂકંપ માટે વધુ સંવેદનશીલ

તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ ભૂકંપને લઈને ચેતવણી જાહેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ હિમાલયનો વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.

હિંદુ કુશ પર્વતોથી અરુણાચલ પ્રદેશની સરહદ સુધીના 2500 કિલોમીટરના વિસ્તારમાં મોટો ભૂકંપ આવી શકે છે. જેની તીવ્રતા 8 થી ઉપર રહેશે.

એ ચિંતાનો વિષય છે કે, ભૂકંપ એ એક એવી કુદરતી ઘટના છે, જેની અગાઉથી ચોક્કસ આગાહી કરી શકાતી નથી. આવી સ્થિતિમાં જોખમ વધુ વધી જાય છે.

English summary
Earthquake News : earthquake in Madhya Pradesh and Chhattisgarh, fear among people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X