જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારે આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6
જમ્મુ કાશ્મીરમાં આજે સવારે પાંચ વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અહીં જાણો વિગત.
Earthquake in Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આજે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ કટરામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી તરફથી જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી છે. કટરાથી 97 કિલોમીટર પૂર્વમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જો કે, હજુ સુધી આ ભૂકંપના ઝટકાથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના ઝટકા સવારે 5-01 વાગે અનુભવાયા છે. ભૂકંપ 10 કિલોમીટરના ઉંડાણમાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે મેઘાલયમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એક અઠવાડિયામાં પૂર્વોત્તરમાં ભારતમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના એક રિપોર્ટ મુજબ ભૂકંપ સવારે લગભગ નવ વાગીને 26 મિનિટે આવ્યો હતો અને તેનુ કેન્દ્ર પૂર્વ ખાસી હિલ્સમાં 46 કિલોમીટર ઉંડાણમાં હતુ. ભૂકંપથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
Earthquake of Magnitude:3.6, Occurred on 17-02-2023, 05:01:49 IST, Lat: 33.10 & Long: 75.97, Depth: 10 Km ,Location: 97km E of Katra, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/dNYT7T7sLG@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/s5TTbI8b9L
— National Center for Seismology (@NCS_Earthquake) February 16, 2023
આ ઉપરાંત સિક્કિમમાં 13 ફેબ્રુઆરીના રોજ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 મેગ્નીટ્યુડ નોંધવામાં આવી હતી. જો કે, ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નહોતા. વળી, ગુજરાતના સુરતમાં 11 ફેબ્રુઆરીના રોજ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.












Click it and Unblock the Notifications
