Earthquake in Andaman and Nicobar Islands: 5.8ની તીવ્રતાના ભૂકંપે અંદામાનના દ્વીપને ધ્રૂજાવ્યા
અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અંદામાન અને નિકોબારમાં આ વર્ષનો આ ત્રીજો ભૂકંપનો ઝાટકો છે. German Research Centre for Geosciences- GFZએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે શનિવારે અંદામાન અને નિકોબારના દ્વીપોમાં 10 કિમીની ઉંડાઈએ 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જ્યારે નેશનલ સેંટર ફૉર સીસ્મોલૉજી મુજબ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપ 69 કિમીની ઉંડાઈ પર આવ્યો હતો. નેશનલ સેંટર ફૉર સીસ્મોલૉજીએ કહ્યું કે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં શનિવારે રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ પોર્ટ બ્લેરથી લગભગ 126 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો.

અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં 4.9ની તીવ્રતાના ભૂકંપે અંદામાન અને નિકોબારની ધરતી ધ્રૂજાવી હતી. નેશનલ સેંટર ફૉર સીસ્મોલોજી મુજબ ભૂકંપ 77 કિમીની ઉંડાઈ પર આવ્યો હતો. આ ઉપરાંત આ દ્વીપો પર બીજો ઝાટકો આ વર્ષના માર્ચ મહિનામાં નિકોબાર ક્ષેત્રમાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5 હતી. નેશનલ સેંટર ફૉર સીસ્મોલૉજીએ કહ્યું હતું કે ભૂકંપ 10 કિમીની ઉંડાઈ પર આવ્યો હતો. જ્યારે પાછલા વર્ષે અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહે 24 કલાકમાં 3.8 તીવ્રતાથી લઈ 5 તિવ્રતાના ભૂકંપના ઝાટકા સહન કર્યા હતા.












Click it and Unblock the Notifications
