અર્થશાસ્ત્રી રાજીવ કુમાર બનશે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ
અર્થશાસ્ત્રી રાજીવ કુમાર બનશે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ.
આર્થશાસ્ત્રી રાજીવ કુમાર નીતિ આયોગના નવા અધ્યક્ષ બનશે. સરકાર દ્વારા શનિવારે આ અંગે ઘોષણા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નીતિ આયોગના અરવિંદ પનગઢિયાએ અચાનક રાજીનામું આપતાં આ પદ ખાલી થઇ ગયું હતું. શનિવારે સરકારે આ અંગેની તમામ અનિશ્ચિતતાઓ પર પૂર્ણવિરામ મૂકતા નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ માટે અર્થશાસ્ત્રી રાજીવ કુમારના નામની ઘોષણા કરી હતી.

રાજીવ કુમાર સેન્ટર ફોર પૉલિસી રિસર્ચના સીનિયર ફેલો છે અને તેમણે ભારતીય અર્થવ્યવસ્થા પર અનેક મહત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યા છે. 31 ઓગસ્ટે અરવિંદ પનગઢિયાનો નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે છેલ્લો દિવસ છે. 1 સપ્ટેમ્બરથી આ જવાબદારી રાજીવ કુમાર સંભાળશે.












Click it and Unblock the Notifications
