For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશુઓની હેરાફેરીના આરોપમાં ED એ TMC નેતાની ધરપકડ કરી, જાણો શું છે પુરો મામલો?

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના તૃણમુલ કોંગ્રેસ પ્રમુખની ઈડીએ ધરકપડ કરી છે. મળતી વિગતો અનુસાર, ED પશુઓની દાણચોરીના કેસમાં તેમની સંડોવણી અંગે પૂછપરછ કરી રહી હતી. આ પછી ઈડીએ અનુબ્રત મંડલની ધરપકડ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના તૃણમુલ કોંગ્રેસ પ્રમુખની ઈડીએ ધરકપડ કરી છે. મળતી વિગતો અનુસાર, ED પશુઓની દાણચોરીના કેસમાં તેમની સંડોવણી અંગે પૂછપરછ કરી રહી હતી. આ પછી ઈડીએ અનુબ્રત મંડલની ધરપકડ છે.

TMC

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ અનુબ્રત મંડલ ન્યાયિક કસ્ટડીમાં હતા. તેમને ઢોરની તસ્કરી કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા.
ગુરુવારે ઈડીએ નોટિસ જારી કરીને આસનસોલ જેલમાં તેમની પૂછપરછ કરી હતી.

પૂછપરછ કર્યા પછી ઇડીએ મંડલને કસ્ટડીમાં લીધા છે અને હવે તેમને શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈએ 2020માં એફઆઈઆર નોંધ્યા બાદ પશુઓની દાણચોરીના કેસમાં અનુબ્રત મંડલનું નામ સામે આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યા મુજબ, 2015 અને 2017 ની વચ્ચે સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા 20,000 થી વધુ પશુઓના માથા જપ્ત કરવામાં આવ્યા હતા, આ પશુઓની દાણચોરી કરાઈ હતી.

English summary
ED arrests TMC leader on cattle-trafficking charges
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X