નીરવ મોદી સામે ઈડીની મોટી કાર્યવાહી, હોંગકોંગમાં 255 કરોડની સંપત્તિ જપ્ત
પીએનબી સાથે 14 હજાર કરોડ રૂપિયાના ગોટાળાના આરોપી હીરા વેપારી નીરવ મોદી સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.
પીએનબી સાથે 14 હજાર કરોડ રૂપિયાના ગોટાળાના આરોપી હીરા વેપારી નીરવ મોદી સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ હોંગકોંગમાં નીરવ મોદીની જે સંપત્તિ જપ્ત કરી છે તેની કિંમત 255 કરોડ જણાવવામાં આવી રહી છે. પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી પર આ પહેલા પણ ઈડીએ કાર્યવાહી કરી છે.

આ પહેલા પણ ઈડીએ નીરવ મોદી, તેના ભાઈ અને અન્ય લોકોની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સંપત્તિઓ ભારત અને ચાર અન્ય દેશોમાં સ્થિત છે. જ્યારે 17 ઓક્ટોબરે ઈડીએ પીએનબી ગોટાળામાં આરોપી નીરવ મોદી, મેહુલ ચોક્સી, મિહિર ભણશાળી અને અનેય આરોપીઓન 218.46 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.
આ પહેલા પણ ઈડીએ લંડન, અમેરિકા, હોંગકોંગ અને સિંગાપુર અને ભારતમાં કાર્યવાહી કરીને નીરવ મોદીની 637 કરોડની ચળ અને અચળ સંપત્તિ ટાંચમાં લીધી હતી. નીરવા મોદીની બીજી પણ સંપત્તિઓની જપ્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પીએનબી ગોટાળામાં 4744 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે. ઈડીની કાર્યવાહીથી નીરવ પર ગાળિયો કસાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
