સંજય રાઉતના ઘરે પહોંચી EDની ટીમ, બે વખત સમન મળવા છતાં હાજર નહોતા થયા
સંજય રાઉતના ઘરે પહોંચી EDની ટીમ, બે વખત સમન મળવા છતાં હાજર નહોતા થયા
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ઈડીની ટીમ સવારે મુંબઈ સ્થિત સંજય રાઉતના ઘરે પહોંચી હતી. રાઉત વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસ ચાલી રહ્યો છે, આ મામલો મુંબઈ સ્થિત ચૉલના પુનર્વિકાસ સાથે જોડાયેલ કૌભાંડ સાથે સંબંધિત છે. આ મામલામાં સંજય રાઉત વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. અગાઉ સંજય રાઉતને ઈડીએ સમન પણ મોકલ્યું હતું. ઈડીએ 20 જુલાઈએ સંજય રાઉતને સમન મોકલ્યું હતું, છતાં રાઉત ઈડી કાર્યાલયે હાજર નહોતા થયા. તેમના વકીલે જાણકારી આપી હતી કે સંસદના ચોમાસુ સત્રને કારણે તેઓ હાજર નહીં થઈ શકે, 7 ઓગસ્ટે સત્ર પૂરું થયા બાદ તેઓ હાજર થશે. જણાવી દઈએ કે 1 જુલાઈએ સંજય રાઉતનું નિવેદન નોંધાયું હતું.

પાત્રા ચોલ જમીન કૌભાંડ મામલે ઈડી સંજય રાઉતની પૂછપરછ કરવા માંગે છે. સંજય રાઉત કયા કયા બિઝનેસ સાથે સંકળાયેલા છે તે ઈડી તપાસવા માંગે છે. તેમના અને પ્રવીન રાઉત, તથા પાટકર વચ્ચે બિઝનેસ સંબંધ અને અન્ય લિંક વિશે ઈડી જાણવાની કોશિશ કરી રહી છે. સાથે જ ઈડી જાણવા માંગે છે કે સંજય રાઉતની પત્નીએ કઈ-કઈ પ્રોપર્ટી ડીલ કરી છે. ઈડીએ ફેબ્રુઆરી મહિનામાં પ્રવીન રાઉતની ધરપકડ કરી હતી. પ્રવીન કોઈ પ્રભાવી વ્યક્તિના ઈશારે કામ કરી રહ્યો હોવાનો ઈડીને અંદાજો છે.












Click it and Unblock the Notifications
