For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીઃ બધી સરકારી અને ખાનગી સ્કૂલો આવતા આદેશ સુધી બંધ રહેશેઃ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા

દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે માટે રાજ્ય સરકારે સ્કૂલો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે માટે રાજ્ય સરકારે સ્કૂલો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે કહ્યુ કે દિલ્લીની બધી સરકારી અને ખાનગી સ્કૂલો આવતા આદેશ સુધી બંધ રહેશે. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

manish sisodiya

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં મંગળવારે એક વાર ફરીથી કોરોના વાયરસના વધતા કેસોએ રેકોર્ડ તોડી દીધો છે. મંગળવારે સાંજે જારી થયેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં કોરોના વાયરસના 4853 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 44 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી પીડિત 2722 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા.

કોરોના વાયરસના વધતા કેસોએ એક વાર ફરીથ સરકારની ચિંતા વધારી દીધી છે. દિલ્લીમાં કોરોના વાયરસના કેસોમાં આ રીતનો ઉછાળો 41 દિવસો બાદ જોવા મળ્યો છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે દિલ્લીમાં 4473 રેકોર્ડ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. મંગળવારે 4853 નવા કેસો સાથે જ દિલ્લીમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 3.64 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન રાજધાનીમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 27,873 છે જ્યારે મહામારીનો શિકાર થયેલા 6356 લોકોના મોત થઈ ચૂક્યા છે.

સત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર ચંપલથી નહિ મતથી દૂર કરોઃ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીસત્તાના નશામાં ચૂર લોકોનો અહંકાર ચંપલથી નહિ મતથી દૂર કરોઃ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

English summary
Education Minister Manish Sussodia says all government and private schools in Delhi will remain closed till further orders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X