For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eid al-Fitr: જમ્મુ કાશ્મીરમાં મસ્જિદની બહાર પત્થરમારો, સુરક્ષાબળોના વાહન ઘેરીને માર્યા પત્થર

ભારતમાં અમુક સ્થળોએ ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

અનંતનાગઃ આજે ઈદ-ઉલ-ફિત્ર છે. દુનિયાભરમાં ઈસ્લામ ધર્મના અનુયાયીઓ આ પર્વ મનાવી રહ્યા છે. જો કે, આ અવસરે ભારતમાં અમુક સ્થળોએ ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સવારે ઈદની નમાઝ બાદ એક મસ્જિદની બહાર પત્થરમારો થયો. લોકોએ સુરક્ષાબળો પર પત્થર ફેંક્યા.

jammu kashmir

પત્થરમારાની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઘણા લોકોને સુરક્ષાબળો પર પત્થરમારો કરતા જોવામાં આવ્યા છે. એક ન્યૂઝ પોર્ટલના સમાચાર મુજબ ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે નમાઝ દરમિયાન અમુક લોકોએ 'આઝાદ કાશ્મીર'ની માંગ કરીને નારેબાજી કરી અને પછી સુરક્ષાબળો આવતા જ બદમાશોએ તેમના પર પત્થરમારો શરુ કરી દીધો. હાલમાં ત્યાં પોલિસ તૈનાત કરી દેવામાં આવી છે.

ઘટના વિશે પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે હવે સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે આ સામાન્ય ઝડપ હતી, જે કોઈ ખોટી ધારણના કારણે થઈ હતી. વળી, જે વીડિયો સામે આવ્યો છે તેમાં કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોના એક વાહન પર પત્થરમારો થતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આજે સવારે જોધપુરમાં પણ હિંસા ભડકી ગઈ. હાલમાં ત્યાં ઈન્ટરનેટ બંધ છે.

English summary
Eid al-Fitr: stone pelting today on Security forces outside mosque in Kashmir's Anantnag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X