રાજ્યસભાઃ સભાપતિની કાર્યવાહી, હોબાળો કરનાર 8 સાંસદ સસ્પેન્ડ

રાજ્યસભાના સભાપતિએ કાલે રાજ્યસભામાં હોબાળો કરનાર વિપક્ષી દળોના 8 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે.

નવી દિલ્લીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ છે, રાજ્યસભાના સભાપતિએ કાલે રાજ્યસભામાં હોબાળો કરનાર વિપક્ષી દળોના 8 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંસદોને બાકી બચેલા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થનારા સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રિપુન બોરા, નઝીર હુસેન, કેકે રાગેશ, એ કરીમ, રાજીવ સાટવ, ડોલા સેન છે.

rajya sabha

રવિવારની ઘટના પર નારાજગી વ્યક્ત કરીને કહ્યુ કે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો, અમુક સાંસદોએ પેપર ફેંક્યા, માઈક તોડી દીધુ, રુલ બુક ફેંકવામાં આવી, આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છુ. ઉપસભાપતિને ધમકી આપવામાં આવી, તેમના પર વાંધાજનક ટિપ્પણી કરવામાં વી અને બધી મર્યાદાઓ પાર કરી દીધી. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં કાલે ખેતી સાથે સંલગ્ન બે બિલોના પાસ થવા દરમિયાન વિપક્ષના સાંસદોએ હોબાળો કર્યો, ટીએમસી સાંસદે રુલ બુક ફાડી દીધી અને ઉપસભાપતિ સામેના માઈકને પણ તોડવાની કોશિશ કરી હતી.

સંરક્ષણ મંત્રીએ કાલની ઘટના પર કહ્યુ કે રાજ્યસભામાં જે કંઈ પણ થયુ કે ખૂબ જ દુઃખદ, શરમજનક અને દૂર્ભાગ્યપૂર્ણ હતુ. રાજનાથ સિંહે કહ્યુ કે રાજ્યસભામાં કૃષિ સાથે સંબંધિત બે બિલો પર ચર્ચા ચાલી રહી હતી. એ વખતે રાજ્યસભામાં જે થયુ તે દુઃખદ હતુ. વળી, દૂર્ભાગ્યપૂર્ણ પણ હતુ અને તેનાથી પણ આગળ જઈને કહીશ કે તે ખૂબ જ શરમજનક હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X