For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ

આ લોકસભાની ચૂંટણીમાં 543 બેઠકો ધરાવતી સંસદમાં ફક્ત ભાજપને જ 303 બેઠકો મળી છે. પરંતુ 610 પક્ષ એવા પણ છે, જેનુ ખાતું નથી ખુલ્યુ.

|
Google Oneindia Gujarati News

આ લોકસભાની ચૂંટણીમાં 543 બેઠકો ધરાવતી સંસદમાં ફક્ત ભાજપને જ 303 બેઠકો મળી છે. પરંતુ 610 પક્ષ એવા પણ છે, જેનુ ખાતું નથી ખુલ્યુ. આવા પક્ષમાં સેંકડો નાના મોટા પક્ષો સામેલ છે. કેટલીક જાણીતી અને જૂની પાર્ટી પણ છે, જે ક્યારેક દિલ્હીમાં અદકેરું મહત્વ ધરાવતા હતા. આ 610 પક્ષો ઉપરાંત 13 ચર્ચિત અને ગુમાન પાર્ટીઓ પણ છે, જેઓ માંડ 1 બેઠક જીતી શકી છે. ચૂંટણી પંચના આંકડાના વિશ્લેષણમાં રસપ્રદ વાત સામે આવી છે. એક પણ બેઠક ન જીતી શકનાર પક્ષોમાં 530 પક્ષો એવા છે, જેમનો વોટ શેર પણ સિંગલ ડિજિટમાં નથી પહોંચ્યો.

આ સ્થાનિક મોટી પાર્ટીઓને ન મળી એક પણ બેઠક

આ સ્થાનિક મોટી પાર્ટીઓને ન મળી એક પણ બેઠક

2019ની લોકસભા ચૂંટણીમાં જે ચર્ચિત અને સ્થાનિક મહત્વની પાર્ટીઓના ખાતા નથી ખુલ્યા તેમાં ફોરવર્ડ બ્લોક, ભારતીય રાષ્ટ્રીય લોકદળ, જનનાયક જનતા પાર્ટી, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી, સર્વ જનતા પાર્ટી, જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને પીએમકે સામેલ છે.

એક બેઠક જીતનાર પક્ષો

એક બેઠક જીતનાર પક્ષો

ફક્ત એક બેઠક જીતને લોકસભામાં પહોંચનાર 13 પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન, AIADMK, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ, ક્રાંતિકારી સોશિયાલિસ્ટ પાર્તટી, વીસીકે, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, જનતા દળ એસ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, કેરળ કોંગ્રેસ (એમ) અને મિઝો નેશનલ ફરંટ સામેલ છે. 2014માં લોકસભા ચૂંટણીમાં 1 બેઠક જીતનારી પાર્ટીઓની સંખ્યા 12 હતી.

રાષ્ટ્રીય પક્ષોનું ઓવરઓલ પર્ફોમન્સ

રાષ્ટ્રીય પક્ષોનું ઓવરઓલ પર્ફોમન્સ

આ વખતે છ રાષ્ટ્રીય પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ, બસપા સીપીઆઈ, સીપીએમ અને એનસીપીએ કુલ 375 બેઠકો જીતી છે. જેની સંખ્યા 2014માં માત્ર 342 હતી. આ રીતે 2019માં કુલ 37 રાજકીય પક્ષોના સભ્યો લોકસભામાં પહોંચ્યા છે, જ્યારે 2014માં 464 પાર્ટીમાંથી 38 પક્ષોને આ સફળતા મળી હતી.

English summary
Election 2019 result analysis of national and regional parties performance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X