ઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશે

ઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશે

નવી દિલ્હીઃ ઝારખંડમાં થનાર વિધઆનસભા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચે તારીખોનું એલાન કરી દીધું છે. ઝારખંડની તમામ 81 સીટ પર પાંચ તમબક્કામાં મતદાન થશે, 30 નવેમ્બરથી વોટિંગ શરૂ થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. જણાવી દઈએ કે ઝારખંડમાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને રઘુવર દાસ રાજ્યના મુખ્યમંત્રી છે.

voting

જણાવી દઈએ કે પહેલા તબક્કા માટે 30 નવેમ્બરે મતદાન કરવામાં આવશે જ્યારે 20 સીટ પર બીજા તબક્કા માટે 7 ડિસેમ્બરે વોટિંગ થશે. 12 ડિસેમ્બરે ત્રીજા તબક્કામાં અને ચોથા તબક્કા માટે 16 ડિસેમ્બરે 15 સીટ પર જ્યારે 20 ડિસેમ્બરે પાંચમા અને અંતિમ તબક્કા માટે 16 સીટ પર વોટિંગ થશે.

ચીફ ઈલેક્શન કમિશ્નર સુનીલ અરોરાના જણાવ્યા પ્રમાણે રાજ્યના 90 જિલ્લામાંથી 19 નક્સલી પ્રભાવિત છે. તેમાં 13 જિલ્લા ખૂબ ખરાબ રીતે ડાબેરીના કટ્ટરવાદથી ઘેરાયેલા છે. 81 વિધાનસભા સીટમાંથી 67 નક્સલ પ્રભાવિત છે. લોકસભા ચૂંટણી પછી અમુક નિયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા લોકોને બેલેટ પેપરની સુવિધા આપવામાં આવશે. અમુક સીનિયર સીટિઝન્સને પણ બેલેટ પેપરની સુવિધા આપાવમાં આવશે. જ્યાં સુધી દિલ્હી ચૂંટણી આવશે ત્યાં સુધી જરૂરિયાતની સેવા આપતા કર્મચારીઓ માટે પણ પોસ્ટલ બેલેટની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X