For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ ચૂંટણી પંચની એક્શન પર ભડક્યાં દીદી, કહ્યું- મોદીના ઈશારે થઈ કાર્યવાહી

પશ્ચિમ બંગાળઃ ચૂંટણી પંચની એક્શન પર ભડક્યાં દીદી, કહ્યું- મોદીના ઈશારે થઈ કાર્યવાહી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલ હિંસા બાદ ચૂંટણી પંચે સખ્ત પગલાં ઉઠાવ્યાં છે. ચૂંટણી પંચે બંગાળમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધો છે. આયોગે રાજ્યના પ્રધાન સચિવ અને ગૃહ સચિવની છૂટ્ટી કરી દીધી છે. ચૂંટણી પંચની કાર્યવાહીથી મમતા બેનરજી ભડકી ઉઠ્યાં.

mamata banerjee

ચૂંટણી પંચની સખ્ત કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી અને ભાજપ સરકાર તથા નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપના નિર્દેશો પર ચૂંટણી પંચે આ ફેસલો લીધો છે. આ ફેસલો ચૂંટણી પંચનો નહિ બલકે મોદીએ લીધો છે. અમિત શાહના ઈશારે આ ફેસલો લેવામાં આવ્યો છે.

મમતા બેનરજીએ કહ્યું કે આ આખું ષડયંત્ર મુકુલ રૉય રચી રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય સુરક્ષાબળોના કારણે જ હિંસા થઈ છે. તેમણે ચૂંટણી પંચની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ચૂંટણી પંચ દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. તેમણે પીએમ મોદી અને ભાજપને ચેતવણી આપતા કહ્યું કે બંગાળને યૂપી, બિહાર કે ત્રિપુરા ન સમજે. તેમણે કહ્યું કે મોદીએ મૂર્તિ તોડવામાં આવી તે મામલે નિંદા પણ ન કરી. તેમણે કહ્યું કે બહારથી બંગાળમાં ગુંડાઓ આવી રહ્યા છે. મોદી અને શાહ બંને મારાથી ડરેલા છે. તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે મોદીને હટાવો, મોદીને દેશથી કાઢો, તેમને એક પણ વોટ ન આપો.

આ પણ વાંચો- મમતાની ધમકી, 1 સેકન્ડમાં ભાજપા કાર્યાલય પર કબ્જો કરી શકું છું

English summary
after election campaigns banned in west bengal mamata banerjee said, ec working on instructions of modi and shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X