For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતાની ધમકી, 1 સેકન્ડમાં ભાજપા કાર્યાલય પર કબ્જો કરી શકું છું

કોલકાતામાં મંગળવારે થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપા પર જોરદાર પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોલકાતામાં મંગળવારે થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપા પર જોરદાર પ્રહાર કર્યો છે. મમતાએ મંગળવારે થયેલી હિંસા પછી સખત વલણ દાખવતા કહ્યું કે, તમે ભાજપા લોકોનું નસીબ સારું છે કે હું શાંત બેઠી છું, નહીં તો એક સેકન્ડમાં ભાજપા ઓફિસ અને તમારા ઘરો પર કબ્જો કરી શકું છું. આપને જણાવી દઈએ કે મંગળવારે અમિત શાહના રોડ શૉ દરમિયાન હિંસા ભડકી હતી. આ હિંસામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. ટીએમસી ઘ્વારા ભાજપ પર મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: અમિત શાહના 10 મોટા આરોપ જે તેમણે મમતા બેનર્જી અને ટીએમસી પર લગાવ્યા

1 સેકન્ડમાં ભાજપા ઓફિસો પર કબ્જો કરી શકું છું

1 સેકન્ડમાં ભાજપા ઓફિસો પર કબ્જો કરી શકું છું

આજતકમાં છપાયેલી ખબર અનુસાર, ગુસ્સે ભરાયેલી મમતા બેનર્જીએ ભાજપાને ચેતવણી આપતા કહ્યું કે તમે ભાજપા લોકોનું નસીબ સારું છે કે હું શાંત બેઠી છું, નહીં તો એક સેકન્ડમાં ભાજપા ઓફિસ અને તમારા ઘરો પર કબ્જો કરી શકું છું. મમતા બેનર્જીએ અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ભગવાન છે કે તેમની સામે કોઈ વિરોધ પ્રદર્શન નહીં કરી શકે? અમિત શાહ એટલા અસભ્ય વ્યક્તિ છે કે તેમને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી નાખી. તેઓ બધા બહારના લોકો છે. ભાજપા મતદાનના દિવસે બહારથી તેમને લઈને આવી છે.

ભાજપે ચૂંટણી આયોગના નામે રાજ્યના પ્રશાશન પર નિયંત્રણ કર્યું છે

ભાજપે ચૂંટણી આયોગના નામે રાજ્યના પ્રશાશન પર નિયંત્રણ કર્યું છે

હવાલા ઘ્વારા ભાજપ પર પૈસા પહોંચાડવાનો આરોપ લગાવતા મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે ચૂંટણી આયોગના નામે રાજ્યના પ્રશાશન પર નિયંત્રણ કર્યું છે. કોલકાતા અને વિધાનનગરમાં પોલીસ કમિશ્નરોને બદલીને તેમને પોતાના માણસોને બેસાડ્યા છે. જો મારા પોલીસ કમિશ્નર અહીં હોત તો તેઓ ભાજપને કરોડો રૂપિયાની તસ્કરી કરતા રોકતા.

ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી: અમિત શાહ

ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી: અમિત શાહ

અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના રોડ શૉ સમયે કોઈ પણ પ્રકારનું હિંસાનું વાતાવરણ ના હતું. ભાજપના કાર્યકર્તાઓ શાંતિપૂર્વક રોડ શૉમાં ચાલી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના પર ત્રણ વાર હુમલા કરવામાં આવ્યા, કેરોસીન બૉમ્બ ફેંકવામાં આવ્યા. અમિત શાહે કહ્યું કે પાર્ટી ઉમેદવારોના પોસ્ટર ફાડવામાં આવ્યા. અમિત શાહે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા માટે ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી અને હવે તેમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

English summary
mamata banerjee says They have good luck otherwise I can occupy BJP office in 1 second
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X