For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના 10 મોટા આરોપ જે તેમણે મમતા બેનર્જી અને ટીએમસી પર લગાવ્યા

મંગળવારે કોલકત્તામાં પોતાના રોડ શો દરમિયાન થયેલી હિંસા પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમસી અને તેમના સુપ્રીમો મમતા બેનર્જી સામે જોરદાર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

મંગળવારે કોલકત્તામાં પોતાના રોડ શો દરમિયાન થયેલી હિંસા પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમસી અને તેમના સુપ્રીમો મમતા બેનર્જી સામે જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યા છે કે 6 તબક્કાની ચૂંટણી બાદ પોતાની હાર નિશ્ચિત જોઈને તેમણે આટલુ મોટુ એક્સટ્રીમ સ્ટેપ ઉઠાવ્યુ છે. શાહે એ પણ આરોપ લગાવ્યો છે કે ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને પણ ટીએમસીના કાર્યકર્તાઓએ જ તોડી છે અને હવે તેના પર સહાનુભૂતિ લેવાની કોશિશ કરી રહ્યા છે. આવો જોઈએ કે તેમણે કયા કયા 10 ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ કોલકત્તામાં હિંસા બાદ મમતા બેનર્જીએ ફેસબુક-ટ્વીટર પર બદલ્યુ પ્રોફાઈલ, જાણો કારણઆ પણ વાંચોઃ કોલકત્તામાં હિંસા બાદ મમતા બેનર્જીએ ફેસબુક-ટ્વીટર પર બદલ્યુ પ્રોફાઈલ, જાણો કારણ

બંગાળમાં લોકતંત્રનું ગળુ દબાવવામાં આવી રહ્યુ છે

બંગાળમાં લોકતંત્રનું ગળુ દબાવવામાં આવી રહ્યુ છે

6 તબક્કામાં દેશભરમાં બંગાળને છોડીને ક્યાંય હિંસા થઈ નથી. આનો અર્થ છે કે હિંસાનું કારણ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) છે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નહિ. જો ભારતીય જનતા પાર્ટી હિંસા કરતી હોય તો દરેક રાજ્યમાં થવી જોઈતી હતી કારણકે ટીએમસી માત્ર બંગાળમાં અને ભાજપ બધા રાજ્યોમાં ચૂંટણી લડી રહી છે. મીડિયા 6 તબક્કાની ફૂટેજના આધારે બતાવે કે બંગાળમાં કઈ રીતે લોકતંત્રનું ગળુ દબાવવામાં આવી રહ્યુ છે.

પોલિસ મૂકદર્શક બની રહી હતી

પોલિસ મૂકદર્શક બની રહી હતી

રોડ શોના ત્રણ કલાક પહેલા ભાજપના પોસ્ટર બેનર હટાવવાનો અધિકૃત રીતે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. પોલિસ મૂકદર્શક બની રહી. અમારા કાર્યકર્તાઓને ઉકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી, મારા અને ભાજપ ઉમેદવારોના પોસ્ટર ફાડી ગયા. ભાજપ કાર્યકર્તાઓએ તો પણ શાંતિ જાળવી રાખી. 7 કિલોમીટરના રોડ શોમાં ઓછામાં ઓછા 2-2.5 લાખ લોકો ફેલાયેલા હતા. એક ઈંચ પણ જગ્યા નહોતી. ક્યાંય પણ હિંસાનું વાતાવરણ નહોતુ. 2.30 કલાક સુધી બહુ સરસ રીતે રોડ શો થયે. હુમલા એક નહિ ત્રણ થયા. ત્રીજા હુમલામાં આગ, પત્થરમારા અને બોટલમાં કેરોસીન નાખીને આગ લગાડવાની ઘટનાઓ થઈ.

હુલ્લડની આશંકા છતાં પોલિસે કંઈ કર્યુ નહિ

હુલ્લડની આશંકા છતાં પોલિસે કંઈ કર્યુ નહિ

સવારથી જ કોલકત્તામાં અફવા હતી કે યુનિવર્સિટીથી છોકરાઓ આવીને હુલ્લડ કરશે. પોલિસે ના કોઈની ધરપકડ કરી અને ના સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરી કે ના કોઈને રોકવાનો પ્રયત્ન કર્યો. પત્થરમારો અંદરથી કરવામાં આવ્યો અને અમારા લોકો બહાર હતા.

સીઆરપીએફના કારણે હું બચ્યો

સીઆરપીએફના કારણે હું બચ્યો

મારા રોડ શો પર પત્થરમારો કરવામાં આવ્યો જેમાં હું સીઆરપીએફના બચાવના સાધનના કારણે બચ્યો અને નીચે આગ સળગી રહી હતી. જો સીઆરપીએફ ન હોત તો મારુ ત્યાંથી બચીને નીકળવુ બહુ મુશ્કેલ હતુ, સૌભાગ્યથઈ હું બચીને આવ્યો છુ. આના સમર્થનમાં તેમણે મીડિયાના લોકો સાથે અમુક ફોટા પણ શેર કર્યા છે. આમાં તેમના બચવા અને પ્રતિમાવાળા રૂમના ફોટા શામેલ છે.

ઈશ્વરચંદ વિદ્યાસાગરજીની પ્રતિમા કોણે તોડી?

ઈશ્વરચંદ વિદ્યાસાગરજીની પ્રતિમા કોણે તોડી?

હુલ્લડ બાદના ફોટામાં ગેટ ઈન્ટેક્ટ છે, અમે તો રોડની બહાર હતા તો અંદર જઈને ઈશ્વરચંદ વિદ્યાસાગરજીની પ્રતિમા કોણો તોડી જેનો આરોપ ટીએમસી લગાવી રહી છે? અંદરથી તો ટીએમસીના લોકો પત્થરમારો કરી રહ્યા હતા. કેરોસીનના બોમ્બ ફેંકી રહ્યા હતા. તે લાઠી અને સળિયા લઈને બહાર આવી રહ્યા હતા. ગેટ જો તૂટ્યો નથી, અંદરથી બંધ છે તો ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને કોણે તોડી? ભાજપ કાર્યકર્તા તો અંદર હતા જ નહિ, બધા બહાર હતા. વચમાં પોલિસ હતી, કોણે તોડી?

ટીએમસીના ગુંડાઓએ તોડી પ્રતિમા

ટીએમસીના ગુંડાઓએ તોડી પ્રતિમા

ખોટી સહાનુભૂતિ મેળવવા માટે મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડીને એક નાટક અને ષડયંત્ર રચવાનું કામ કર્યુ છે. બધા પ્રચાર માધ્યમોને આગ્રહ છે કે પોત પોતાના ફૂટેજ સાર્વજનિક કરો. બધા ઘટનાઓ, બધા પુરાવા દર્શાવે છે કે ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા ટીએમસીના ગુંડાઓએ તોડી છે, હારેલી બાજી પલટવા માટે તોડી છે.

કોની કોની પાસે હતી રૂમની ચાવી?

કોની કોની પાસે હતી રૂમની ચાવી?

ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા બે રૂમની અંદર લાગેલી હતી, બહાર નહોતી. 7.30 વાગ્યાનો સમય હતો, કોલેજ બંધ હતી, ત્યારે કોણે ખોલ્યા રૂમ? કોની પાસે ચાવી હોય છે? તાળુ પણ નથી તૂટ્યુ. ચાવી ક્યાંથી આવી, કોની પાસે આવી? ભાજપ કાર્યકર્તા પાસે કેવી રીતે ચાવી આવી શકે છે? આ કોલેજ પર કોનો પ્રશાસનિક કબ્જો છે? ટીએમસીનો છે.

મતબેંકની રાજનીતિ માટે પ્રતિમા તોડવામાં આવી

મતબેંકની રાજનીતિ માટે પ્રતિમા તોડવામાં આવી

મતબેંકની રાજનીતિ માટે આટલા પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રીની પ્રતિમાને તોડવી, હું માનુ છુ કે ટીએમસીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. 6 તબક્કાની ચૂંટણીમાં ભારે રિગિંગ થઈ છે. પાંચમાં તબક્કા બાદ તેમને હાર સાપ દેખાઈ રહી છે એટલા માટે તેમણે એક એક્સટ્રીમ સ્ટેપ લેવાનો પ્રયત્ન કર્યો.

ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ

ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ

ચૂંટણી પંચ બંગાળમાં મૂક પ્રેક્ષક બનેલુ છે. ચૂંટણી પંચે તરત જ દખલ દેવી જોઈએ. દેશભરમાં હિસ્ટ્રીશીટરને ચૂંટણીના દિવસે કસ્ટડીમાં લેવામાં આવે છે. બંગાળમાં 107ના બૉન્ડ લઈને છોડી દેવામાં આવે છે. ચૂંટણી પંચે બે સ્ટાન્ડર્ડ કેમ બનાવ્યા છે? બંગાળમાં એક પણ હિસ્ટ્રીશીટર અરેસ્ટ નથી થયો. ચૂંટણી પંચ ચૂપ કેમ બેઠુ છે? આ રીતે ચૂંટણી કરાવવાથી ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે.

મમતાના ચૂંટણી પ્રચાર કેમ પ્રતિબંધ કેમ નથી?

મમતાના ચૂંટણી પ્રચાર કેમ પ્રતિબંધ કેમ નથી?

મમતા બેનર્જીએ સાર્વજનિક રીતે બદલો લેવાની ધમકી આપી પરંતુ ચૂંટણી પંચે તેને ધ્યાનમાં કેમ ન લીધી? તેમના પ્રચાર પર પ્રતિબંધ કેમ લગાવવામાં નથી આવ્યો? અમિત શાહે કહ્યુ કે હજુ એક તબક્કાનું મતદાન બાકી છે અને આમાં ચૂંટણી પંચે એબધી વ્યવસ્થા કરવી જોઈએ જેથી ત્યાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવામાં આવી શકે.

English summary
Amit Shah's 10 big allegations on Mamta Banerjee and TMC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X