For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાથી લઈને પાકિસ્તાન સુધી બધાની નજર પરિણામો પર ટકી

અમેરિકાથી લઈને બ્રિટન અને ચીનથી લઈને પાકિસ્તાન સુધી બધા ભારતના ચૂંટણી પરિણામ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સાત તબક્કાના મેગા વોટિંગ બાદ હવે પરિણામ આવવા શરૂ થઈ ગયા છે. જ્યાં એક તરફ દેશની જનતા એ વાતની આતુરતાથી રાહ જોઈ રહી છે કે આગામી પાંચ વર્ષો માટે કોની તાજપોશી સિંહાસન પર થશે ત્યાં બીજી તરફ દુનિયાની નજરો પણ આ ચૂંટણી પરિણામો પર લાગેલી છે. અમેરિકાથી લઈને બ્રિટન અને ચીનથી લઈને પાકિસ્તાન સુધી બધા પરિણામ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. શરૂઆતના રૂઝાનની વાત જો કરીએ તો ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને પૂર્ણ બહુમત મળતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ભાજપે એકલા પોતાના દમ પર 272નો આંકડો કર્યો પારઆ પણ વાંચોઃ ભાજપે એકલા પોતાના દમ પર 272નો આંકડો કર્યો પાર

‘મોદી મેળવશે જીત'

‘મોદી મેળવશે જીત'

અમેરિકી વર્તમાનપત્ર વૉશિંગ્ટન પોસ્ટે લખ્યુ છે, ‘મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને લાગી રહ્યુ છે કે મોદી આ ચૂંટણીમાં પણ જીત મેળવી લેશે.' વર્તમાનપત્રના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી સત્તામાં પાછા આવી રહ્યા છે અને એ વાતની સંભાવનાઓ વધી ગઈ છે કે તેમની પાર્ટી અને એનડીએને સ્પષ્ટ બહુમત મળી જશે. વૉશિંગ્ટન પોસ્ટથી અલગ બીજા એક વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સ પણ મતોની ગણતરીનું લાઈવ કવરેજ કરી રહ્યુ છે. વર્તમાનપત્રએ લખ્યુ છે કે શરૂઆતના રૂઝાનોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ જોવા મળી રહ્યા છે.

બ્રિટનની નજર પણ પરિણામ પર

બ્રિટનની નજર પણ પરિણામ પર

વળી, સીએનએન અને વૉલ સ્ટ્રીટ જનરલ પણ પરિણામો પર પોતાની નજર રાખી રહ્યુ છે. સાત તબક્કામાં થયેલી આ ચૂંટણીની શરૂઆત 11 એપ્રિલે થઈ અને 19મેના રોજ ખતમ થઈ છે. 543 સીટો પર થયેલી ચૂંટણીના એક્ઝીટ પોલ 19મેના રોજ આવી ગયા હતા. એક્ઝીટ પોલમાં ભાજપની આગેવાનીવાળી એનડીએને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. બ્રિટનમાં પણ મીડિયા ભારતના ચૂંટણી પરિણામો પર બરાબર નજર રાખી રહ્યુ છે. બ્રિટનના ગાર્ડિયન વર્તમાનપત્રએ હેડિંગ લખી છે, ‘કાઉન્ટિંગ બિગીન્સ, પીએમ મોદી પ્વાયઝ્ડ ફોર વિક્ટ્રી.' આ હેડિંગ સાથે જ વર્તમાનપત્રએ લખ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી દેશ પર શાસન કરવા માટે તૈયાર છે. ધ ઈન્ડીપેન્ડન્ટે લખ્યુ છે, ‘ભારતમાં પરિણામોની ગણતરી શરૂ, ભારતને રાહ શું મોદી ફરીથી બનશે પીએમ.'

પાકિસ્તાન પણ રાખી રહ્યુ છે નજર

પાકિસ્તાન પણ રાખી રહ્યુ છે નજર

બ્રિટન અને અમેરિકાની જેમ પાકિસ્તાને પણ ભારતની લોકસભા ચૂંટણી પરિણામો પર પોતાની નજર રાખી છે. ધ ડૉને લખ્યુ છે, ‘ભારતમાં મતોની ગણતરી શરૂ.' વળી, ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને હેડિંગ લખી છે, ‘મતોની ગણતરીનું કામ શરૂ અને મોદી આગળ.'

English summary
Election results 2019: From US to UK and from China to Pakistan everyone is keeping a close eye on India today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X