For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પરિણામ 2021: 5 રાજ્યોમાં સવારે 9 વાગ્યા સુધીના રૂઝાન, પશ્ચિમ બંગાળમાં ખેલા શરૂ

ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરીના રૂઝાન આવવા લાગ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરીના રૂઝાન આવવા લાગ્યા છે. આ પાંચ જગ્યાઓએ સવારે 8 વાગ્યાથી જ મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના રૂઝાનોથી જાણવા મળે છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને સત્તાધારી ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી છે. ત્યાંની 294 વિધાનસભા સીટોમાંથી માત્ર 292 પર જ ચૂંટણી કરાવવામાં આવી છે. કેરળના રૂઝાનથી જાણવા મળી રહ્યુ છે કે ત્યાંની પરંપરા તૂટવાની છે અને એક્ઝીટ પોલના પરિણામો મુજબ જ એલડીએફ ફરીથી સત્તામાં વાપસી કરી શકે છે. તમિલનાડુમાં હજુ શરૂઆતના રૂઝાન છે પરંતુ ત્યાં જરૂર સત્તામાં ઉલટફેરના સંકેત મળી રહ્યા છે.

election

આસામની 126 સીટોમાં પણ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનમાં તગડી ફાઈટ દેખાઈ રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં અત્યાર સુધીના રૂઝાનોથી લાગી રહ્યુ છે કે એક્ઝીટ પોલ સંપૂર્ણપણે સાચા નહિ પડી શકે. કારણકે અહીં એનડીએ અને યુપીએ ગઠબંધનમાં કાંટાનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. અમે તમને ફરીથી જણાવી દઈએ કે આ માત્ર શરૂઆતના રૂઝાન છે અને આંકડામાં ભારે ઉલટફેરની સંભાવના છે.

દિલીપ કુમાર હોસ્પિટલમાં ભરતી, પત્ની સાયરા બાનોએ જણાવી તબિયતદિલીપ કુમાર હોસ્પિટલમાં ભરતી, પત્ની સાયરા બાનોએ જણાવી તબિયત

સવારે 9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં ટીએમસી 58 અને ભાજપ 55 સીટો પર આગળ હતા. તમિલનાડુની 234 સીટોમાંથી જેટલા રૂઝાન મળ્યા છે તેમાં ડીએમકેની આગેવાનીવાળા ગઠબંધન 41 અને સત્તાધારી એઆઈએડીએમકે ગઠબંધન 24 સીટો પર આગળ હતુ. કેરળની 140 સીટોમાંથી રૂઝાનોમાં એલડીએફ 70 અને યુડીએફ 48 સીટો પર આગળ ચાલી રહ્યુ હતુ. આસામની 126 સીટોમાંથી ભાજપ ગઠબંધન જરૂર કોંગ્રેસના મહાજોતથી આગળ છે. અહીં મુકાબલો 21 અને 11નો ચાલી રહ્યો છે. પુડુચેરી 30 સીટોમાંથી જેટલાના રૂઝાન મળ્યા છે તેમાં હાલમાં એનડીએ આગળ થઈ ગયુ છે.

English summary
Election Results 2021 trend of counting of votes in 5 states till 9 am started khela in west bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X