For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election : UP, ઉત્તરાખંડમાં ભાજપને બહુમતી મળી રહી હોવા છતાં સહન કરવુ પડશે આ નુકસાન!

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. એક્ઝિટ પોલમાં અનુમાન મુજબ ભાજપ યુપીમાં સત્તા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વલણોમાં પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે.

|
Google Oneindia Gujarati News

Election : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. એક્ઝિટ પોલમાં અનુમાન મુજબ ભાજપ યુપીમાં સત્તા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વલણોમાં પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે. આ સાથે જ ઉત્તરાખંડમાં પણ ભાજપની આગ અકબંધ છે.

અહીં પાર્ટીને 44 સીટો મળતી દેખાઈ રહી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવથી લઈને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી સુધી તેઓ જનતાને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે આ જીત છતાં ભાજપે અમુક બાબતો ધ્યાન આપવાની જરૂર છે.

બીજેપીના ખાતામાં આટલી સીટ આવી

બીજેપીના ખાતામાં આટલી સીટ આવી

ટ્રેન્ડ મુજબ ભાજપ એકલા યુપીમાં 252 સીટ પર આગળ છે. જો ગઠબંધનની વાત કરીએ તો આ આંકડો 270 થઈ જાય છે. પાર્ટીનું આ પ્રદર્શન તેને સત્તામાં રાખવામાટે પૂરતું છે, પરંતુ ભાજપે પણ ગત વખતની સરખામણીએ આ વખતે કેટલીક બેઠકો ગુમાવી છે.

વર્તમાન પ્રવાહો અનુસાર 2017માં યુપીમાં ભાજપે જીતેલી સીટોનીસંખ્યા આ વખતે 60 ઓછી છે. તેવી જ રીતે ઉત્તરાખંડમાં પણ પાર્ટીને લગભગ 13 સીટોનું નુકસાન જોવા મળી રહ્યું છે.

અખિલેશ માટે ખુશ થવાના કારણો

અખિલેશ માટે ખુશ થવાના કારણો

સમાજવાદી પાર્ટીને અપેક્ષિત પરિણામો ભલે ન મળ્યા હોય, પરંતુ પક્ષના વડા અખિલેશ યાદવ માટે સંતોષની વાત છે કે, તેમને સમર્થન કરનારા લોકોની સંખ્યામાંવધારો થયો છે.

ગત ચૂંટણીમાં સપાને જેટલી બેઠકો મળી હતી, તે આ વખતે વધુ મળતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં સપા એકલી 119 સીટ જીતી રહી છે, આ આંકડોગત વખત કરતા 73 વધુ છે. બીજા શબ્દોમાં કહીએ તો, અખિલેશ યાદવે 2017થી અત્યાર સુધી જે પ્રયાસો કર્યા છે, તેનો તેમને ચોક્કસ ફાયદો થયો છે.

કોંગ્રેસની સ્થિતિ કથળી

કોંગ્રેસની સ્થિતિ કથળી

કોંગ્રેસની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પણ પાર્ટીને આ વખતે નુકસાન થયું છે. વર્ષ 2017માં કોંગ્રેસે 7 સીટો જીતી હતી. વલણોમાં આ આંકડો ઘટીને 4 થઈ રહ્યોહોવાનું જણાય છે. એટલે કે પાર્ટીને 3 બેઠકોનું નુકસાન થયું છે.

કોંગ્રેસે આ વખતે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને ચહેરો બનાવ્યો હતો. તેમની રેલીઓમાં જે રીતે ભીડભેગી થઈ રહી હતી તે જોઈને લાગતું હતું કે, તે મરી રહેલી કોંગ્રેસ માટે સંજીવની બની શકે છે, પરંતુ એવું થયું નહીં.

English summary
Election : UP, BJP will have to bear this loss even though it is getting majority in Uttarakhand!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X