For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndiGo ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ બીજેપી નેતા તેજસ્વી સુર્યાએ ખોલ્યો હતો-કોંગ્રેસ

ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7339માં બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે આ ઈમરજન્સી દરવાજો ખોલનાર વ્યક્તિ બીજેપી નેતા તેજસ્વી સુર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલમાં જ એક સમચાર સામે આવ્યા હતા કે 10 જાન્યુઆરીએ એક યાત્રીએ ઈન્ડિગોની ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો ખોલી દીધો હતો. આ ઘટનાને કારણે ફ્લાઈટમાં અફરાતફડી મચી ગઈ હતી અને ફ્લાઈટ ઉપડવામાં બે કલાક મોડુ થયુ હતું. હવે આ ઘટનામાં કોંગ્રેસે મોટો આરોપ લગાવી રાજનીતિને હવા આપી છે.

Tejashwi Surya

ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7339માં બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે આ ઈમરજન્સી દરવાજો ખોલનાર વ્યક્તિ બીજેપી નેતા તેજસ્વી સુર્યા છે. અહીં તમને જણાવી દઈએ કે એરલાઈને જણાવ્યુ હતું કે મુસાફરે માફી માંગી લીધી છે અને તેને માફ કરી દેવાયા છે. બીજી તરફ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઘટનાની તપાસના પણ આદેશ આપ્યા છે.

આ ઘટનાને લઈને તપાસના આદેશ અપાયા છે ત્યારે કોંગ્રેસે મોટો આરોપ લગાવીને બીજેપી સાંસદ તેજસ્વી સુર્યાએ આ દરવાજો ખોલ્યો હોવાનું જણાવ્યુ છે. બીજી તરફ તેજસ્વી સુ્યાએ આ મામલે કોઈ જાણકારી આપી નથી.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ પર એક મીડિયા રિપોર્ટ શેર કરીને લખ્યુ કે, ઈન્ડિગોમાં ઈમરજન્સી એક્ઝિટ ખોલનાર પેસેન્જર બેંગ્લોર દક્ષિણ મતવિસ્તારમાંથી પ્રથમ વખતના સાંસદ હતા. તેમણે લખ્યુ કે, ભાજપ વીઆઈપી બ્રેટ્સ! એરલાઈન્સની ફરિયાદ કરવાની હિંમત કેવી રીતે થઈ? શું ભાજપ શાસક વર્ગ માટે આ ધોરણ છે? શું તેનાથી મુસાફરોની સલામતી સાથે ચેડાં થયાં? ઓહ! તમે ભાજપના વીઆઈપી વિશે પ્રશ્ન ન પૂછી શકો.

અહીં તમને જણાવી દઈએ કે, 10 ડિસેમ્બરની આ ઘટના સામે આવ્યા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તપાસનો આદેશ આપ્યો છે.
ઈન્ડિયા ટુડેના એક ઈન્ટરવ્યુમાં ડીએમકેના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, બીજેપી તમિલનાડુના વડા અન્નામલાઈ અને કર્ણાટકના સાંસદ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ ભાજપના બંને નેતાને બસમાંથી નીચે ઉતરીને 30 મિનિટથી વધુ સમય સુધી રાહ જોવાનું કહેવાયુ.

ડીએમકેના અન્ય એક નેતા ડો. હાફીઝે જણાવ્યું કે, આ ફ્લાઇટમાં તેમના મિત્રએ ઇમરજન્સી ગેટ પર તેજસ્વી સૂર્યાનો હાથ જોયો હતો. લીવર નીચે આવ્યું. આ પછી તમામ મુસાફરોને બસમાં બેસાડવામાં આવ્યા. હાફિઝે તેના મિત્રને ટાંકીને કહ્યું કે તેજસ્વીએ એરલાઈન્સને માફી પત્ર લખ્યો અને તમામ મુસાફરોની માફી પણ માંગી. હાફિઝે એમ પણ કહ્યું કે તેનો મિત્ર ઘટનાની વિગતો જણાવતા ડરી રહ્યો હતોતેથી તે તેના મિત્ર વતી માહિતી શેર કરી રહ્યા છે.

English summary
Emergency gate of IndiGo flight was opened by BJP leader Tejashwi Surya-Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X