For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકરા વિરોધ બાદ એમિરેટ્સ એરલાઈન્સે ફરી શરૂ કર્યુ ‘હિંદુ ભોજન'

વિમાન કંપની એમિરેટ્સ એરલાઈન્સે હિંદુ ભોજન બંધ કરવાના પોતાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે.

|
Google Oneindia Gujarati News

વિમાન કંપની એમિરેટ્સ એરલાઈન્સે હિંદુ ભોજન બંધ કરવાના પોતાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. એમિરેટ્સે આ પહેલા કહ્યુ હતુ કે મુસાફરોના ફીડબેક બાદ તેણે હિંદુ ભોજન બંધ નહિ કરવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારા હિંદુ મુસાફરોની સુવિધાને ધ્યાનમા રાખીને તે હવે આ વિકલ્પ બંધ નહિ કરે. આ પહેલા અમીરાતે હિંદુ ભોજન બંધ કરવા અંગે નિવેદન આપ્યુ હતુ. તમને જણાવી દઈએ કે મોટાભાગની મોટી એરલાઈન્સ પોતાના વિમાનોમાં શાકાહારી અને માંસાહારી ભોજનના વિકલ્પ આપે છે. એર ઈન્ડિયામાં પણ ધાર્મિક ભોજનનો વિકલ્પ હોય છે.

પહેલાની જેમ હિંદુ ભોજન મળશે

પહેલાની જેમ હિંદુ ભોજન મળશે

આકરા વિરોધને પગલે એરલાઈન્સે પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો. તમને જણાવી દઈએ કે બુધવારે એરલાઈન્સે નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે મુસાફરોના સતત મળી રહેલા સૂચનો બાદ ‘હિંદુ મીલ' ના વિકલ્પને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના યાત્રીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. પરંતુ એરલાઈન્સના આ નિર્ણયનો સોશિયલ મીડિયા પર વિરોધ થવો શરૂ થઈ ગયો. લોકોના આકરા વિરોધના કારણે એરલાઈન્સને પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો. હવે ફરીથી એમિરેટ્સ એરલાઈન્સમાં પહેલાની જેમ હિંદુ ભોજન મળશે.

મુસાફરો હવાઈ ટિકિટ બુક કરતા પહેલા પોતાની પસંદનું ભોજન બુક કરી શકે

મુસાફરો હવાઈ ટિકિટ બુક કરતા પહેલા પોતાની પસંદનું ભોજન બુક કરી શકે

એરલાઈન્સે પોતાના પહેલા કરાયેલા નિર્ણયમાં કહ્યુ હતુ કે હિંદુ મુસાફરો એડવાન્સમાં તમામ ક્ષેત્રીય શાકાહારી આઉટલેટ્સમાંથી પોતાનું ભોજન બુક કરી શકે છે. આ આઉટલેટ્સ વિમાનની અંદર પણ ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આમાં ઘણા વિકલ્પ છે જેમ કે હિંદુ મીલ, જૈન મીલ, ભારતીય શાકાહારી ભોજન, કોશર મીલ બીફ વગરનું ભોજન. ઉલ્લેખનીય છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય વિમાનોમાં મુસાફરોને પોતાની ધાર્મિક આસ્થાને અનુરૂપ ભોજન બુક કરાવવાની સુવિધા આપવામાં આવે છે. મુસાફરો હવાઈ ટિકિટ બુક કરતા પહેલા પોતાની પસંદગીનું ભોજન બુક કરાવી શકે છે.

શું હોય છે હિંદુ મીલ

શું હોય છે હિંદુ મીલ

એરલાઈન્સ હિંદુ મુસાફરો માટે બે પ્રકારના ભોજનનો વિકલ્પ આપે છે. પહેલા એશિયન વેજ મીલ કે જે સંપૂર્ણ શાકાહારી હોય છે અને બીજુ હિંદુ મીલ. હિંદુ મીલ મુખ્યતઃ હિંદુ સમુદાયના મુસાફરો માટે હોય છે શાકાહારી નથી હોતા પરંતુ મીટ, માછલી, ઈંડા અને ડેરી પ્રોડ્ક્ટ્સ ખાય છે. જો કે, આ ભોજનમાં બીફ નથી હોતુ.

English summary
Emirates Airlines will continue to provide Hindu meal option in flight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X