7 મહિનાથી પગાર નહીં આપ્યો તો બોસનું અપહરણ કરી લીધું

કોઈ પ્રાઇવેટ કંપની જો નુકશાનમાં હોય તો તેની સીધી અસર તેમના કર્મચારીઓ પર પડે છે, જેમકે પગાર સમયસર નહીં મળવો, પગાર વધારો નહીં થવો જેવી સમસ્યા આવે છે.

કોઈ પ્રાઇવેટ કંપની જો નુકશાનમાં હોય તો તેની સીધી અસર તેમના કર્મચારીઓ પર પડે છે, જેમકે પગાર સમયસર નહીં મળવો, પગાર વધારો નહીં થવો જેવી સમસ્યા આવે છે. તેવી સ્થિતિમાં કર્મચારીઓ નવી નોકરી શોધે છે અથવા તેવું નહીં કરવાની સ્થિતિમાં પરેશાન રહે છે. આવું જ કંઈક બેંગ્લોરના હુલસુરમાં થયું છે. પરંતુ અહીં કર્મચારીઓએ પરેશાન થવાને બદલે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.

પગાર નહીં મળ્યો તો બોસને ઉઠાવી લાવ્યા

પગાર નહીં મળ્યો તો બોસને ઉઠાવી લાવ્યા

પ્રાઇવેટ ફર્મ ચલાવી રહેલા સુજયને તેની કંપનીના સાત કર્મચારીઓએ કિડનેપ કરી લીધો. અપહરણ કર્યા પછી તેને એચએસઆર લેઆઉટમાં તેના એક મિત્રના ઘરે લઇ ગયા. અહીં તેમને સુજય પાસે પોતાનો બાકી નીકળતો પગાર માંગ્યો. એટલું જ નહીં પરંતુ તેની સાથે મારપીટ પણ કરી. આ લોકોએ સુજયને ત્યારે છોડ્યો જયારે તેને 7 મહિનાનો પગાર ચૂકવવાનું વચન આપ્યું.

સુજયે પોલીસમાં ફરિયાદ કરી

સુજયે પોલીસમાં ફરિયાદ કરી

પોતાના કર્મચારીઓની ચંગુલમાંથી છૂટ્યા પછી સુજયે હુલસુર પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી. આ મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે જયારે ત્રણ લોકો ફરાર થઇ ગયા છે. આ મામલો 21 માર્ચનો છે, જયારે સુજયને તેની કંપનીના કર્મચારીઓ ઉઠાવીને લઇ ગયા. આ કર્મચારીઓ છેલ્લા 7 મહિનાથી પગાર નહીં મળવાને કારણે પરેશાન હતા.

બોસના વિરોધમાં ફ્લાઈટમાં કપડાં ઉતાર્યા

બોસના વિરોધમાં ફ્લાઈટમાં કપડાં ઉતાર્યા

દુબઈથી લખનવ આવી રહેલી એર ઇન્ડિયા ફ્લાઈટમાં થોડા દિવસ પહેલા એક વિચિત્ર ઘટના જોવા મળી હતી, જેનાથી યાત્રીઓ બિલકુલ હેરાન થઇ ગયા. ખરેખર યાત્રા વચ્ચે જ એક પુરુષ યાત્રી નગ્ન થઈને ફરવા લાગ્યો. એરક્રાફ્ટનો સ્ટાફ પણ તેને જોઈને હેરાન થઇ ગયો. ત્યારપછી યુવકે જણાવ્યું કે રજા નહીં મળવાને કારણે તે પોતાના બોસનો વિરોધ કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X