For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંસેફિલાઈટિસથી બાળકોના મોત કેસમાં કેન્દ્રીય મંત્રી, ‘લીચી ખાવાથી થયા મોત'

માહિતી અનુસાર અત્યાર સુધી એક્યુટ ઈંસેફિલાઈટિસ સિંડ્રોમથી 60 બાળકોના મોત થઈ ચૂક્યા છે. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવુ છે કે બાળકોના મોત ભૂખ્યા પેટે લીચી ખાવાથી થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુરમાં મગજનો તાવ એટલે કે ઈંસેફિલાઈટિસથી મરનાર બાળકોની સંખ્યા સતત વધી રહી છે. માહિતી અનુસાર અત્યાર સુધી એક્યુટ ઈંસેફિલાઈટિસ સિંડ્રોમથી 60 બાળકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ આ કેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવુ છે કે બાળકોના મોત ભૂખ્યા પેટે લીચી ખાવાથી થઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે આ મોતની પાછળ ઘણા કારણો છે. જેમાંથી એક કારણ એ પણ છે કે ખાલી પેટે બાળકો લીચી ખઈ લે છે જેના કારણે તેમને ઈંસેફિલાઈટિસ થઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ SCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથઆ પણ વાંચોઃ SCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ

શુગર લેવલ ઘટે છે

શુગર લેવલ ઘટે છે

ચૌબેએ કહ્યુ કે લીચીમાં જે બીજ હોય છે તે શુગર લેવલ ઘટાડે છે જેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર ઈંસેફિલાઈટિસ માટે સંપૂર્ણપણે એલર્ટ છે. મુઝફ્ફરપુરમાં દર્દીઓ માટે બેડ, એમ્બ્યુલન્સ અને આઈસીયુની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જે પણ વસ્તુની જરૂર હશે સરકાર તે પૂરી પાડવા માટે તૈયાર છે. 2014માં પણ ઈંસેફિલાઈટિસને ઘટાડવા ટે સરકારે કામ કર્યુ હતુ ત્યારબાદ આમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ડૉક્ટરનું શું કહેવુ છે

ડૉક્ટરનું શું કહેવુ છે

આ પહેલા શ્રી કૃષ્ણ મેડીકલ કોલેજના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર એસ કે શાહીએ જણાવ્યુ કે આ કેસમાં રિસર્ચની જરૂરિયાત છે પરંતુ 90 ટકા બાળકોના મોત હાઈપોગ્લીસેમિયાના કારણે થયા છે. પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલના મોટાભાગના વૉર્ડ બાળકોથી ભરેલા છે. આ બાળકો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોના છે. તમને જણાવી દઈએ કે મુઝફ્ફરપુરમાં ગરમીની મોસમમાં મોટાભાગના બાળકો જેમની ઉંમર 15 વર્ષથી ઓછી હોય તેમને મગજના તાવની ફરિયાદ જોવા મળે છે.

લક્ષણ

લક્ષણ

તમને જણાવી દઈએ કે મગજના તાવ હેઠળ દર્દીને તાવ આવે છે અને તેની માનસિક સ્થિતિમાં સતત ફેરફાર જોવા મળે છે. તે ભ્રમની અવસ્થામાં રહે છે. શરદીની પણ ફરિયાદ જોવા મળે છે. જે રીતે મુઝફ્ફરપુરમાં મગજના તાવના કેસ સામે આવ્યા છે ત્યારબાદ પ્રશાસનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગયા વર્ષ મગજના તાવથી મરનાર દર્દીઓની તુલના કરીએ તો તે વધી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે એવુ લાગે છે કે લોકોમાં આના માટે જાગૃતિ નથી કે આ બિમારી સામે કેવી રીતે લ઼ડવામાં આવે.

English summary
Encephalitis: Central Minister Ashwini Choubey says kids are dying due to eating litchi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X