છ કલાકની અથડામણમાં એક મેજર, બે જવાન શહીદ, 3 આતંકી ઠાર
શ્રીનગર, 26 એપ્રિલ: સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં છ કલાક ચાલેલી અથડામણ બાદ સેનાના જવાનોએ એક ઘરમાં છૂપાયેલા તમામ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મેળવી છે. જોકે આ અભિયાનમાં સેનાના એક મેજર સહિત બે જવાન પણ શહીદ થઇ ગયા. શહીદ થયેલા જવાનોના નામ મેજર મુકુંદ વર્ધરાજન અને સૈનિક વિક્રમ બતાવવામાં આવ્યું છે.
શુક્રવારે મોડી સાંજે શરૂ થયેલી આ અથડામણને થોડીવાર માટે સેનાએ રોકી દીધી હતી, પરંતુ શનિવારે વહેલી સવારે સેનાએ તે મકાનને જ ઉઠાવી દીધું જેમાં આતંકીઓ છૂપાયેલા હતા. આખા ઘટનાક્રમમાં ભારતીય જવાનોએ દુશ્મનો સાથે જોરદાર ટક્કર લીધી, અને બહાદુરીપૂર્વક પ્રદર્શન કરીને રક્ષાની જવાબદારી નિભાવી.

અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ આતંકવાદીઓને મતદાન બાદ જિલ્લામાં ચૂંટણી દળ પર હુમલો કર્યો હતો જેમાં એક ચૂંટણી અધિકારીનું મોત પણ થયું હતું અને ત્રણ સુરક્ષાકર્મિયો સહિત પાંચ લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘાટીમાં હાલાત અસામાન્ય બનેલા છે. પાછલા દિવસ પાડોશી દેશ પાકિસ્તાને રક્ષા સમજૂતી તોડીને ભારતીય સેનાને પડકાર આપ્યો હતો.












Click it and Unblock the Notifications
