For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના શોપિયામાં એનકાઉન્ટર, સુરક્ષાબળોએ એક આતંકીને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો.

|
Google Oneindia Gujarati News

જમ્મુઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સર્ચ ઑપરેશન ચાલુ છે. માનવામાં આવી રહ્યુ છે કે એક-બે અને આતંકવાદીઓ અહીં છૂપાયેલા હોઈ શકે છે. ઘટના સ્થળની આસપાસના લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે.

jammu

પોલિસ પ્રવકતાના જણાવ્યા મુજબ આતંકવાદીઓની હાજરી વિશે ખુફિયા સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ શોપિયાંના તુર્કવાંગમ ગામમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે સુરક્ષાબળોના જવાન જ્યારે એક વિશેષ ક્ષેત્ર તરફ વધી રહ્યા હતા ત્યારે ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરુ કરી દીધો. સુરક્ષાબળોએ પણ વળતી કાર્યવાહી કરી જે બાદ અથડામણ શરુ થઈ ગઈ.

બુધવારે રૈનાવારીમાં લશ્કરના 2 આતંકી માર્યા ગયા

જમ્મુ કાશ્મીરના રૈનાવારી વિસ્તારમાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી માર્યા ગયા હતા. પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષાબળોએ અડધી રાતે વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ ત્યારબાદ ત્યાં અથડામણ શરુ થઈ.

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે માર્યા ગયેલ આતંકવાદીઓમાંથી એક પાસે મીડિયાનુ ઓળખપત્ર હતુ. તેમણે કહ્યુ કે માર્યા ગયેલા લશ્કરના એક આતંકવાદી પાસે મીડિયાનુ ઓળખપત્ર હતુ જે મીડિયાના ખોટો ઉપયોગનો સંકેત આપે છે. ઓળખપત્રમાં નામ લખ્યુ હતુ, રઈસ અહેમદ ભટ અને તે વેલી મીડિયા સર્વિસનુ મુખ્ય સંપાદક હતો. આ સમાચાર એજન્સીનુ ક્યાંય કોઈ નામ-ઠેકાણુ નથી. બીજા આતંકવાદીની ઓળખ હિલાલ અને અહેમદ તરીકે થઈ છે.

English summary
Encounter in the Turkwangam area of Shopian Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X