EDએ ગેરકાયદે ખનન કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે ગેરકાયદે ખનન મામલામાં હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ કરી છે. મહેન્દ્રગઢથી કોંગ્રેસના ધારાસભ્ય રાવ દાન સિંહના ઠેકાણે દરોડા પાડ્યાના બે દિવસ પછી કેન્દ્રીય એજન્સીએ પંવારની ધરપકડ કરી. પંવાર સોનીપતથી ધારાસભ્ય છે અને હરિયાણા અને રાજસ્થાનમાં માઈનિંગનું કામ કરે છે.

શનિવારે સવારે તેમના ઘરે પહોંચેલી ઈડીની ટીમે તેમના દીકરાને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો. યમુનાનગર, સોનીપલ અને કેટલાય અન્ય જિલ્લામાં ગેરકાયદે ખનન મામલે પાછલા દિવસોમાં હરિયાણા પોલીસે દાખલ કરેલી FIRની ઈડી તપાસ કરી રહી છે.
ઈડીએ જાન્યુઆરીમાં સોનીપતના સેક્ટર 15માં સુરેન્દ્ર પંવારના નિવાસ સ્થાન અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના કેટલાય ઠેકાણાની તલાશી લીધી હતી. તપાસ પછી ઈડીએ 5 કરોડ રોકડ, વિદેશી હથિયાર અને 300થી વધુ કારતૂસ પણ જપ્ત કર્યા હતા.
ઈડીના સૂત્રો મુજબ, મની લોન્ડ્રિંગનો સંકેત આપે તેવા અનેક દસ્તાવેજો સુરેન્દ્ર પંવારના ઘરેથી મળી આવ્યા છે, જે મળ્યા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પંવારે 2019માં સોનીપત વિધાનસભા સીટથી ભાજપનાં કવિતા જૈનને હરાવ્યાં હતાં. પંવારને કૂલ 59.51 ટકા વોટ મળ્યા હતા, જ્યારે કવિતા જૈનને 34.88 ટકા વોટ મળ્યા હતા.












Click it and Unblock the Notifications
