For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે UPSCની પરિક્ષા પ્રાદેશિક ભાષામાં આપી શકાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

student
નવી દિલ્હી, 21 માર્ચ: વિદ્યાર્થીઓ તથા રાજકીય દબાણ આગળ સરકારે યુપીએસસીની સિવિલ સર્વિસીઝની મુખ્ય પરિક્ષા સાથે સંકળાયેલ નવા જાહેરનામામાં સુધારો કરતાં વિદ્યાર્થીઓને પહેલાંની જેમ બંધારણની આઠમી અનુસૂચિમાંથી એક પ્રાદેશિક ભાષા અથવા અંગ્રેજી માધ્યમાંથી પરિક્ષા આપવાની પરવાનગી આપી દિધી છે.

કેટલાક સાંસદોએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝની મુખ્ય પરિક્ષામાં અંગ્રેજીને વધારે મહત્વ આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વિદ્યાર્થીના એક વર્ગે આનો જોરદાર વિરોધ કર્યો. પરિક્ષા પદ્ધતિના નવા જાહેરનામામાં સુધારો કરતાં નિબંધ લેખનમાં અંગ્રેજીની જોગવાઇ હટાવી દિધી છે, તેને પહેલાં 100 માર્ક્સની કરવામાં આવી છે. કાર્મિક તથા લોક ફરિયાદ રાજ્ય મંત્રી વી નારાયણસામીએ લોકસભામાં આજે આ સંબંધી એક નિવેદન સદનમાં આપ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે વિભિન્ન સંબંધિત એજન્સીઓ સાથે મળીને પરિક્ષા પદ્ધતિમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ મુજબ જુની વ્યવસ્થાને યથાવત રાખવામાં આવી છે જેમાં ઉમેદવાર ભારતના સંવિધાનની આઠમી અનુસૂચિમાં દાખલ કોઇપણ પ્રાદેશિક ભાષા અથવા અંગ્રેજી માધ્યમમાં પરિક્ષા આપવાનો અધિકાર છે. સંબંધિત પ્રાદેશિક ભાષામાં ઓછામાં ઓછા 25 ઉમેદવારોની અનિવાર્યતાની શરત અને સ્નાતક સ્તરની પરિક્ષામાં તે ભાષાની પરિક્ષાનું માધ્યમ હોવાની જરૂરિયાતને પણ હટાવી દેવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના સભ્યો દ્રારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને આ સંબંધમાં મળેલા પ્રતિભાવોનો અભ્યાસ કર્યા બાદ વિભિન્ન એજન્સીઓ સાથે ચર્ચા-વિચારણા કરી ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

English summary
The government on Thursday made English optional for those seeking to get into the Indian Administrative Service, and said aspirants will be able to write the exam in a regional language also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X