આરોગ્યકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે રાજ્યોઃ ગૃહ મંત્રાલયનો નિર્દેશ
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામેની લડાઈ લડી રહેલા આરોગ્યકર્મીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે.
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામેની લડાઈ લડી રહેલા આરોગ્યકર્મીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે. બુધવારે ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તે આરોગ્ય વ્યવસાયકારો, ચિકિત્સા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ વિરુદ્ધ થતા હુમલાઓની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરે અને તેમની સામે થતી હિંસાને રોકવા માટે પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરે.

ગૃહ મંત્રાલય તરફથી રાજ્યોને એ પણ કહેવામાં આવ્યુ છે કે પ્રશાસન તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે જે કોવિડ-19થી સંક્રમિત થયેલા કોરોના યોદ્ધાઓના અંતિમ સંસ્કારમાં અડચણો નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા એખ પત્રમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને અનુરોધ કર્યો કરવામાં આવ્યો છે કે તે જિલ્લા સ્તરે નોડલ અધિકારી નિયુક્ત કરે જે ચિકિત્સા વ્યવસાયકારોના કામકાજ પર કોઈ પણ સુરક્ષા મુદ્દાના નિવારણ માટે 24 કલાક અને સાતે દિવસ ઉપલબ્ધ રહે. હિંસાની કોઈ પણ ઘટના હોવા પર તેને તત્કાલ અને કડક કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવે.
કેન્દ્ર સરકાર આરોગ્યકર્મીઓ પર હુમલા રોકવાના ઉદ્દેશથી વટહુકમ લઈને આવી છે. વટુકમમાં આરોગ્યકર્મી પર હુમલાના દોષી સાબિત થનારને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ 1 લાખથી 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે મેડીકલ સ્ટાફ વિરુદ્ધ થતા હુમલાઓ અને ઉત્પીડનને બિલકુલ સહન કરવામાં નહી આવે. આને રોકવા માટે સરકાર આ વટહુકમ લઈને આવી છે.
જાવડેકરે કહ્યુ કે આરોગ્યકર્મીઓની સુરક્ષા અને તેમના સંરક્ષણ આપવા માટે આ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ ત્વરિત પ્રભાવથી લાગુ થઈ જશે. વટહુકમમાં જે જોગવાઈ છે તે મુજબ મેડીકલ સ્ટાફ ટીમ પર હુમલો કરવા પર 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા અને 50,000થી 2 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો ગંભીર નુકશાન થયુ હશે તો 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ અને દંડ 1 લાખથી 5 લાખ રૂપિયા છે.
State Govts/ UTs requested to appoint Nodal Officers at State/UT level&at Dist level, who would be available 24*7 to redress any safety issue on the functioning of medical professionals.They should also take immediate&strict action in case any incident of violence takes place:MHA https://t.co/Ii3SxsTrfU
— ANI (@ANI) April 22, 2020












Click it and Unblock the Notifications
