For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણી કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર, 453 કરોડ ચૂકવવા પડશે

સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટના અનાદર બદલ દોષિત જાહેર કર્યા છે. અનિલ અંબાણી સહીત કોર્ટે બે ડાયરેક્ટર્સને પણ કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટના અનાદર બદલ દોષિત જાહેર કર્યા છે. અનિલ અંબાણી સહીત કોર્ટે બે ડાયરેક્ટર્સને પણ કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર કર્યા છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્શન ઘ્વારા 550 કરોડ રૂપિયાની કિંમત નહીં ચૂકવવા બદલ તેમને આરકોમ વિરુદ્ધ કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

આ પણ વાંચો: અનિલ અંબાણીની કંપનીઓ થઇ રહી કંગાળ, માત્ર 19 કરોડ રૂપિયા બચ્યા

4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય આપતા જણાવ્યું કે અનિલ અંબાણી અને 2 નિર્દેશકોને 4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો તેઓ આ પૈસા નહીં ચૂકવે તો તેમને 3 મહિનાની જેલ થશે. સુપ્રીમકોર્ટે આ બધા પર 1-1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

એરિક્શન ઇન્ડિયાએ અંબાણી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી

એરિક્શન ઇન્ડિયાએ અંબાણી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી

સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર આરકોમને 550 રૂપિયા 15 ડિસેમ્બર પહેલા ચૂકવવાના હતા. પરંતુ તેમને પૈસા ચૂકવ્યા નહીં. ત્યારપછી એરિક્શને કોર્ટના અનાદર બદલ અરજી દાખલ કરી. સુપ્રીમકોર્ટે અનાદર અરજી પર અનિલ અંબાણીને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ગયા મંગળવારે અંબાણી કોર્ટમાં હાજર પણ થયા હતા.

બે ડાયરેક્ટર્સ પણ દોષી

બે ડાયરેક્ટર્સ પણ દોષી

અનિલ અંબાણી સહીત રિલાયન્સ ટેલિકોમ ચેરમેન સતીશ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ ચેરમેન છાયા વિરાણીને પણ સુપ્રીમકોર્ટે દોષી જાહેર કર્યા છે.

English summary
Ericsson India case: sc holds Anil Ambani guilty of contempt of court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X