For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણીની કંપનીઓ થઇ રહી કંગાળ, માત્ર 19 કરોડ રૂપિયા બચ્યા

એક તરફ જ્યાં મુકેશ અંબાણીની સંપત્તિ રોજ વધી રહી છે ત્યાં બીજી બાજુ તેમના ભાઈ અનિલ અંબાણીની કંપનીઓ કંગાળ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

એક તરફ જ્યાં મુકેશ અંબાણીની સંપત્તિ રોજ વધી રહી છે ત્યાં બીજી બાજુ તેમના ભાઈ અનિલ અંબાણીની કંપનીઓ કંગાળ થઇ રહી છે. આ કંપની રિલાયન્સ ટેલિકોમ અને તેનો જ ભાગ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ છે. આ બંને કંપનીઓના કુલ 144 બેંક ખાતા છે. જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના કુલ 119 બેંક ખાતા છે અને આ ખાતાઓમાં કુલ 17.86 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: રાફેલ: પત્રકારો અને મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ કરશે

રિલાયન્સ ટેલિકોમ

રિલાયન્સ ટેલિકોમ

હવે જો રિલાયન્સ ટેલિકોમ વિશે વાત કરવામાં આવે તો તેના કુલ 25 ખાતા છે અને આ ખાતાઓમાં કંપનીના માત્ર 1.48 કરોડ રૂપિયા જ જમા છે. દિલ્હી હાઇકોર્ટમાં અમેરિકન ટાવર કોર્પોરેશન ઘ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુનાવણી દરમિયાન આ જાણકારી બંને કંપનીઓ ઘ્વારા જાતે આપવામાં આવી છે.

અમેરિકન ટાવર કોર્પોરેશન

અમેરિકન ટાવર કોર્પોરેશન

ઇકોનોમિક્સ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર અમેરિકન ટાવર કોર્પોરેશન કંપનીએ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ પર લગભગ 230 કરોડ રૂપિયાનું દેવું હોવાનો દાવો કર્યો છે. બંને કંપનીઓ ઘ્વારા ગયા મહિને જ અદાલતમાં તેના સંબંધિત એફેડેવિટ જમા કરાવ્યું હતું અને બેંક માહિતી આપવા માટે થોડો સમય માંગ્યો હતો.

રિલાયન્સ કોમ્યુનિકેશન

રિલાયન્સ કોમ્યુનિકેશન

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે જ રિલાયન્સ કોમ્યુનિકેશને ડિસેમ્બરમાં પોતાની વાયરલેસ સેવા બંધ કરી હતી. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં, એવું નોંધાયું છે કે અમેરિકન ટાવર કોર્પોરેશને અનિલ અંબાણીના બંને કંપનીઓ અને સર્વિસ ટેક્સ મુક્તિ માટેની ફી સાથેના કરારમાં લગભગ 230 કરોડની માંગ કરી છે. કરારમાંથી બહાર નીકળવા માટે રિલાયન્સ કોમ્યુનિકેશન્સને હવે ફી ચૂકવવાની રહેશે.

English summary
Anil Ambani's Company In Loss Only 19 Crore Rupees In His Bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X