રાફેલ: પત્રકારો અને મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ કરશે
રાફેલ ડીલથી લઈને જે રીતે રીલાયન્સ પર પ્રકારો અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ હવે અનિલ અંબાણીએ આરપારની લડાઈ લડી લેવાનું મૂડ બનાવ્યું છે.
રાફેલ ડીલથી લઈને જે રીતે રીલાયન્સ પર પ્રકારો અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ હવે અનિલ અંબાણીએ આરપારની લડાઈ લડી લેવાનું મૂડ બનાવ્યું છે. આ પહેલા અનિલ અંબાણીએ કોંગ્રેસના પેપર નેશનલ હેરાલ્ડ સામે કેસ નોંધાવ્યો હતો પરંતુ હવે અનિલ અંબાણીની કંપનીએ 15 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સ્થાનિક મીડિયા હાઉસ અને પત્રકારોને નોટિસ મોકલી છે. આ નોટીસમાં કહેવામાં આવ્યું છે કે રાફેલ ડીલ અંગે જે લેખો છાપવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે.
આ પણ વાંચો: મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુ

આ વખતે 10,000 કરોડની માનહાનિનો દાવો
અનિલ અંબાણી તરફ થી દાખલ કરવામાં આવેલા કેસમાં આ વખતે 5,000-10,000 કરોડની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનવું છે કે અનિલ અંબાણીની કંપનીએ ઓગસ્ટ મહિનામાં પત્રકારો અને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. છેલ્લી વાર કંપનીએ 11 ઑક્ટોબરે આ કેસમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આગલી સુનાવણી 26 ઑક્ટોબરે થશે. આ બધા કિસ્સામાં રીલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રીલાયન્સ એરોસ્ટ્રક્ચરની તરફેણ કરવામાં આવી છે.

5000 કરોડની માનહાનિનો દાવો
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બધા જ ન્યુઝ આર્ટિકલમાં પત્રકારો ઘ્વારા તે તથ્યો લખવામાં આવ્યા છે જે લોકોને ભટકાવી નાખે તેવા છે અને તેઓ લોકોને જણાવી રહ્યા છે કે આ ડીલમાં સરકાર ઘ્વારા તરફેણ કરવામાં આવી છે. કંપની ઘ્વારા સૌથી પહેલા અભિષેક મનુ સંઘવી વિરુદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. તેમને સંઘવી વિરુદ્ધ 5000 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.

મીડિયાપાર્ટ પણ આરોપ લગાવ્યો
ધ્યાન આપવા જેવી બાબત છે કે ફ્રાન્સના ઇન્વેસ્ટિગેટિવ જર્નલ મીડિયાપાર્ટ ઘ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે રાફેલ સાથે જોડાયેલા ડેસોલ્ટના કેટલાક અગત્યના દસ્તાવેજો છે. એનડીટીવી અનુસાર મીડિયા પાર્ટ રિપોર્ટ જણાવે છે કે ડેસોલ્ટ કંપની સામે શરત રાખવામાં આવી હતી કે 36 રાફેલ વેચવા માટે અનિલ અંબાણીની કંપનીને તેમાં શામિલ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
