સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુ
સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે રાહુલ ગાંધી એચએએલને ડીલ નહિ આપવાની વાત કરે છે પરંતુ તેમની સરકારે જ એચએએલને અવગણી છે.
રાફેલ ડીલ અંગે કોંગ્રેસ સતત દેશના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ ડીલ અંગે કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેમણે એચએએલના કર્મચારીઓ સાથે મુલાકાત કરીને માંગ કરી કે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે એચએએલના કર્મચારીઓની માફી માંગવી જોઈએ કારણકે તેમણે એચએએલના અનુભવ પર સવાલ ઉભા કર્યા છે. પરંતુ રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતા સંરક્ષણ મંત્રીએ રાહુલ ગાંધીને અરીસો બતાવ્યો છે.

હજુ વધુ સમય લાગી શકતો હતો
સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે રાહુલ ગાંધી એચએએલને ડીલ નહિ આપવાની વાત કરે છે પરંતુ તેમની સરકારે જ એચએએલને અવગણી છે. સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસની સરકારમાં એચએએલને 40 લાઈટ કોબેટ એરક્રાફ્ટ બનાવવાનું કામ આપવામાં આવ્યુ હતુ. તેમાં કોઈ શંકા નથી કે એચએએલ સારી ગુણવત્તા ધરાવતા એલસીએનું નિર્માણ કરી રહી છે. પરંતુ એક વર્ષમાં માત્ર 8 એરક્રાફ્ટ જ એચએએલ તૈયાર કરી શકી છે. એવામાં જો એચએએલને રાફેલ બનાવવાનું કામ આપવામાં આવતુ તો તે તૈયાર થવામાં હજુ વધુ સમય લાગી શકતો હતો.

આ કારણે ન આપી રાફેલ ડીલ
નિર્મલા સીતારમણે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ એચએએલના નિર્માણ કાર્યમાં ઝડપ લાવવા માટે ઘણા મહત્વના પગલાં લીધા અને કઈ રીતે દર વર્ષે 8 ના બદલે 16 એરક્રાફ્ટ તૈયાર થઈ શકે તે માટે દરેક પ્રકારની મદદ પૂરી પાડી. પીએમ મોદીએ એચએએલને વધુ સારા ટેક્નિશિયન, એરક્રાફ્ટ બનાવવા માટે વધુ મોટી જગ્યા સહિત તમામ મદદ પૂરી પાડી. સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસ પર સવાલ ઉભા કરતા કહ્યુ કે જો કોંગ્રેસ એચએએલને સારી બનાવવા ઈચ્છતી હતી તો તેણે તેને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે છેલ્લા 10 વર્ષ સુધી કોઈ પ્રયાસ કેમ ન કર્યા.

રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ એચએએલની મુલાકાત કર્યા બાદ કહ્યુ હતુ કે એચએએલ કંપની સંરક્ષણ સંશાધનો બનાવવામાં ભારતની ઉત્કૃષ્ટ અને સૌથી અનુભવી કંપની છે. સરકારમાં બેઠેલા લોકોએ એચએએલના કર્મચારીઓના કામકાજ પર સવાલ ઉઠાવીને તેમના કામ અને દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા છે જે તેમનું અપમાન છે.












Click it and Unblock the Notifications
