પાક.નો આરોપ, 'ભારતની ગોળીથી મર્યો અમારો જવાન'

army
ઇસ્લામાબાદ, 7 જાન્યુઆરી: પાકિસ્તાન અને ભારતે રવિવારે એકવાર ફરી એકબીજાની નિયંત્રણ રેખાનું ઉલંઘન કરવાનો આરોપ લગાવ્યો. પાકિસ્તાને જણાવ્યું કે ભારતે નિયંત્રણ રેખા પાર કરીને સૈન્ય ચોકી પર ગોળીબાર કર્યો જેમાં તેનો એક સૈનિક માર્યો ગયો. બીજીબાજુ ભારતનું કહેવું છે કે તેમના જવાનોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગોળીબારીનો માત્ર જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દાયકાથી સંઘર્ષવિરામ ચાલી રહ્યું છે. આવામાં સીમા પાર થયેલી ગોળીબારીમાં સૈનિકના મોતનો આરોપ અસામાન્ય છે. પાકિસ્તાની સેનાના પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું કે ગોળીબારમાં એક પાકિસ્તાની સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો છે. કાશ્મીરના હાજી પીર સેક્ટરમાં સવા પટરા સૈન્ય ચોકી પર ગોળીબાર બાદ બંને તરફથી ગોળીબારી શરૂ થઇ ગઇ હતી.

ભારતીય સેનાના પ્રવક્તા બ્રીજેશ પાંડેયે જણાવ્યું કે પાકિસ્તાનના જવાનોએ કોઇ ઉશ્કેરણી વગર ફાયરીંગ શરૂ કરી દીધી હતી. તેમણે રવિવારે સવારે ભારતીય સેન્ય ચોકીઓ પર મોર્ટારથી હુમલો કર્યો અને ઓટોમેટિક હથિયારો દ્વારા ફાયરિંગ કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારીમાં એક અસૈન્ય આવાસ નષ્ટ થઇ ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X