લગ્ન બાદ પણ પ્રેમિકાને ન ભૂલ્યો પ્રેમી, બંનેએ ઝેર ગટગટાવ્યું
લગ્ન બાદ પણ પ્રેમિકાને ન ભૂલ્યો પ્રેમી, બંનેએ ઝેર ગટગટાવ્યું
લખનઉઃ કેટલાય વર્ષોથી પ્રેમ સંબંધમાં ખુદને સફળ ન થતા જોઈ યુવક અને યુવતીએ ઝેર ગટગટાવી લીધું. માહિતી મુજબ યુવકના કોઈ બીજી છોકરી સાથે લગ્ન થઈ ગયાં હતાં, છતાં તે પોતાની પ્રેમીકાને ન ભૂલી શક્યો. જેને તે અવારનવાર મળવા આવતો હતો. ઘરવાળાને બંનેના આડા સંબંધથી વાંધો હતો. આખરે પ્રેમમાં અંધળું થયેલ આ યુગલે જીવન ટૂંકાવવાનો નિશ્ચય કરી લીધો. લખનઉના મહિલાબાદમાં આ પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવી લીધું. ઘટનાને પગલે બંનેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે.

સંવાદદાતા મુજબ મહિલાબાદના માન ખેડા ગામના રહેવાસી સુનીલ કુમાર મૌર્ય પુત્ર ગુરુ ચરણ પોતાની જ સંબંધી મીના કાલ્પનિક સાથે લાંબા સમયથી પ્રેમમાં હતો. લગભગ 1 વર્ષ પહેલા સુનીલનાં બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરી દીધાં હતાં. છતાં મીણા પ્રત્યે સુનીલનો પ્રેમ હતો તેવો જ રહ્યો અને મીના સાથે રહેવા જીદ પકડી લીધી.
ગત સોમવારે મીનાને લઈ સુનીલ ક્યાંક ચાલ્યો ગયો હતો, જે બાદ મીનાના પિતાએ મંગળવારે સંડીલા પોલીસ સ્ટેશનમાં સુનીલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુરુવારે બંને મહિલાબાદ તહસીલની આજુબાજુમાં જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં પ્રેમી યુગલે ઝેર ખાઈ લીધું હતું. પોલીસે ઈલાજ માટે બંનેને સ્થાનિક સીએસસી લઈ ગઈ. જ્યાં ડૉક્ટર્સે પ્રાથમિક ઉપચાર કરતાં બંનેને ટ્રોમા સેન્ટર રેફર કરી દીધું.












Click it and Unblock the Notifications
