શિંદે બાદ દિગ્વિજયની મતિ થઇ ભ્રષ્ટ, હાફિસ સઇદને કહ્યું 'સાહેબ'

digvijay singh
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: શિંદેની વિવાદાસ્પદ નિવેદન બાદ તેમના બચાવ કરતા કોંગ્રેસના મહાસસિવ દિગ્વિજય સિંહે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને એકવાર ફરી સાહેબ તરીકે સંબોધન કર્યું છે.

કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું હતું કે જે વાત તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કહી રહ્યા હતા, તે વાત હવે સાચી સાબિત થઇ છે. આતંકી પ્રક્રિયાઓમાં આરએસએસની ભૂમિકાને લઇને ગૃહમંત્રીની સહમતિ મળવાથી મારું કથન સંપૂર્ણ રીતે સાચું સાબિત થયું છે. દિગ્વિજયે કહ્યું કે 'હું ખુશ છું, દરેક જણે કહ્યું હતું કે હું પાગલ હું પરંતુ હું સાચો સાબિત થયો'

જોકે તેમણે આરએસએસના આતંકી દ્રષ્ટિકોણને હિન્દુ આતંકવાદ સાથે જોડવા સંબંધી પ્રશ્નથી બચ્યા હતા. તેમણે જણાવ્યું કે આતંકવાદી કોઇ હિન્દુ, મુસલમાન અથવા શીખ નથી હોતો, આતંકવાદી માત્ર આતંકવાદી હોય છે.

દિગ્વિજયસિંહના આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટીને એકવાર ફરી કોંગ્રેસને ફિટકારવાની તક મળી ગઇ છે. આ પહેલા પણ દિગ્વિજયસિંહ પહેલા પણ લાદેનને 'જી' કહીને બોલાવીને વિવાદમાં સપડાઇ ચૂક્યા છે.

આરએસએસ અને બીજેપી પર હિન્દુ આતંકી કેમ્પ ચલાવવાનો આરોપ લગાવનાર ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર સંઘ તરફથી વળતો હુમલો કરવામાં આવ્યો છે. આરએસએસના નેતા રામ માધવે ટ્વિટર પર જણાવ્યું છે કે શિંદે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રિય બની રહ્યા છે. જમાત-ઉદ-દાવાએ શિંદેના વખાણ કર્યા છે.

અખિલ ભારતીય કોગ્રેસ કમેટીની ચિંતન શિબિરમાં શિંદેએ દક્ષિણ પંથી તત્વોના આતંકવાદી ઘટનાઓમાં સંલિપ્તતા તરફ ઇશારો કર્યો હતો અને જણાવ્યું હતું કે ભ્રામક સૂચનાઓથી સાવધાન રહેવાની જરૂરત છે. શિંદેએ જણાવ્યું છે કે તપાસ રિપોર્ટમાં અમને જાણવા મળ્યું છે કે બીજેપી અથવા આરએસએસ પોતાની શિબિરોમાં હિંન્દુ આતંકવાદને વધારવાનું કામ કરી રહ્યા છે. જે ચિંતાની વાત છે. જોકે બાદમાં શિંદેએ જણાવ્યું હતું કે આમાં નવી વાત કંઇ નથી. આ બધું ઘણી વખત સમાચાર પત્રોમાં આવી ચૂક્યું છે. મે ભગવા આતંકવાદની વાત કરી છે.

પોતાના ભાષણમાં શિંદેએ સમજોતા એક્સપ્રેસમાં વિસ્ફોટ, હૈદરાબાદની મક્કા મસ્જીદ અને મહારાષ્ટ્રના માલેગાવની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે એવી ભ્રામક સૂચનાઓથી બચવું જોઇએ કે બોમ્બ લઘુમતી સમુદાયના લોકોએ મૂક્યો હતો. શિંદેના આવા નિવેદનબાદ ભાજપ અને આરએસએસના નેતાઓએ શિંદે અને કોંગ્રેસ પર વાકબાણ કરવાનું ચાલુ કરી દીધું છે અને માફી માગવા જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X