શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર આજે, દિલ્હીમાં કોંગ્રેસનો ઝંડો ઝૂક્યો

શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર આજે, દિલ્હીમાં કોંગ્રેસનો ઝંડો ઝૂક્યો

નવી દિલ્હીઃ ગાંધી પરિવારના અતિ નજીક અને કોંગ્રેસના જ નહિ બલકે દેશના મોટા નેતાઓમાં સામેલ શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી રહ્યા, શનિવારે દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલે બપોરે 3.55 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા, શીલા દીક્ષિતનું આમ અચાનક મૃત્યુ થતા કોંગ્રેસને જબરો આઘાત લાગ્યો છે, પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલ પાર્ટી માટે આ એક અપૂર્ણનનીય ક્ષતિ છે જેની ભરપાઈ કોઈ ન કરી શકે, શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલય પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકી ગયો છે.

આજે શીલા દીક્ષિતનો અંતિમ સંસ્કાર

આજે શીલા દીક્ષિતનો અંતિમ સંસ્કાર

શીલા દીક્ષિતનો અંતિમ સંસક્રા આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવશે. અગાઉ તેમના પાર્થિવ શરીરને નિઝામુદ્દીન સ્થિત આવાસ પર સવારે 11 વાગીને 30 મિનિટ સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે જે બાદ સવા 12 વાગ્યે તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ ઑફિસે લઈ જવામાં આશે, જ્યાં કોંગ્રેસ નેતા તથા અન્ય લોકો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપશે, જે બાદ ત્યાંથી પાર્થિવ શરીરને નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે, જ્યાં 2.30 વાગ્યે દિલ્હીના પૂર્વ સીએમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજનૈતિક ખેમામાં શોકની લહેર

રાજનૈતિક ખેમામાં શોકની લહેર

પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા, યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી સહિત કેટલાય દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

દિલ્હીને શીલા દીક્ષિતે જ નવી દિલ્હી બનાવી

જણાવી દઈએ કે શીલા દીક્ષિત 81 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતાં. વર્તમાનમાં તેઓ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળી રહ્યાં હતાં. તેઓ સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા અને 2014માં તેમણે કેરળના રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દિલ્હીમાં ફરીથી સક્રિય થઈ ગયાં હતાં, દિલ્હીને નવી દિલ્હી બનાવવા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવતા રહેશ. હાલમાં જ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીની ઉત્તર-પૂર્વ દિલ્હી સીટથી ચૂંટણી લડ્યાં હતાં. જો કે આ ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X