• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશના રાજભવનોમાં માત્ર ભાજપના નેતાઓની જ ચાલે છે!

|

નવી દિલ્હીઃ દેશમાં રાજ્યપાલોની ભૂમિકા પર સમયે-સમયે ચર્ચા થતી રહી છે અને કેટલાય ગંભીર સવાલો પણ ઉઠતા રહ્યા છે. હંમેશા કહેવાય છે કે રાજ્યપાલનું પદ આમ તો સંવૈધાનિક છે પરંતુ કેન્દ્ર સરકાર રાજભવનમાં પોતાના માણસને બેસાડીને રાજ્યની સરકાર પર નજર રાખવાનું કામ કરાવે છે અને ખાસ કરીને જ્યારે જે-તે રાજ્યમાં કોઈ વિપક્ષીદળની સરકાર હોય.

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો

આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી બાદ પેદા થયેલા હાલાતમાં જેવી રીતે ત્યાંના રાજ્યપાલની ભૂમિકા રહી તે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આવી રીતે જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મામલામાં પણ રાજ્યપાલની ભૂમિકા પર સવાલો ઉઠ્યા હતા અને સુપ્રીમ કોર્ટે હરીશ રાવત સરકારની પુનઃ સ્થાપના કરી હતી.

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર

તાજેતરમાં જ કેટલાય રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ થઈ અને તેમં સૌથી વધુ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ પર નજર હતી. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકની નિયુક્તિને પગલે કેટલાય લોકો ચોંકી ઉઠ્યા હતા. લોકોને અપેક્ષા હતી કે જમ્મુ કાશ્મીરમાં કોઈ નેતાને બદલે પૂર્વ સેના અધિકારીની નિયુક્તી કરવામાં આવશે. પરંતુ આવું ન થયું.

યુપીથી સૌથી વધુ રાજ્યપાલ

યુપીથી સૌથી વધુ રાજ્યપાલ

દેશમાં રાજ્યપાલોની યાદી પર એક નજર નાખીએ તો ત્રણ રાજભવનોને છોડીને તમામ જગ્યાએ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે પોતાના નેતાઓને રાજ્યપાલ બનાવ્યા છે અને આ બાબતથી પૂર્વોત્તરના રાજ્યો પણ બાકાત નથી.

પોતાના જ માણસોને બનાવ્યા રાજ્યપાલ

પોતાના જ માણસોને બનાવ્યા રાજ્યપાલ

લોકસભા ચૂંટણી 2019ને લઈને ભાજપ ખાસ કરીને ઉત્તર પ્રદેશ પર સૌથી વધુ ફોકસ કરી રહ્યું છે. રાજ્યપાલની નિયુક્તિમાં પણ આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગત લોકસભા ચૂંટણીમાં એનડીએને અહીં 80માંથી 73 સીટ મળી હતી અને તેની સામે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. ભાજપે જમ્મુ અને કાશ્મીર સહિત 6 રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ઉત્તર પ્રદેશથી પોતાની પાર્ટીના નેતાઓને પસંદગી આપી છે. આ 6 લોકો સમાજના વિવિધ વર્ગો અને જાતિઓમાંથી આવે છે અને તેમની રાજ્યપાલ તરીકે નિયુક્તિથી ભાજપ ખાસ સંદેશ આપવા માગે છે કે તેઓ તેમની સાથે ઉભા છે.

રામનાથ કોવિંદ

રામનાથ કોવિંદ

બિહારના પૂર્વ રાજ્યપાલ રામ નાથ કોવિંદ જે યૂપીથી હતા, તેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સત્ય પાલ મલિક એક જાટ નેતા છે અને એમની જગ્યાએ બિહાર રાજભવનમાં મોકલેલ લાલજી ટંડન ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને લોધ ઓબીસી નેતા કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ છે, એક બ્રાહ્ામણ અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ રહેલા કેશરી નાથ ત્રિપાઠી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે અને આવી રીતે બ્રિગેડિયર બીડી મિશ્રા અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે અને જાટ નેતા બેબી રાની મૌર્યા ઉત્તરાખંડના રાજ્યપાલ છે, આ બંને પણ ઉત્તર પ્રદેશથી જ આવે છે.

સત્યપાલને મળ્યો શાહનો સાથ

સત્યપાલને મળ્યો શાહનો સાથ

કહેવામાં આવે છે કે ચૂંટણી દરમિયાન જ્યારે અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ હતા તો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાજનીતિ પર સત્યપાલ મલિકની સમજ અને પકડથી તેઓ ભારે પ્રભાવિત થયા હતા. જો કે કહેવાય છે કે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના પદ માટે પૂર્વ પોલીસ અધિકારીઓ અને નોકરશાહોન નામ ચર્ચામાં હતાં પરંતુ સત્યપાલ મલિકને પસંદ કરવામાં આવ્યા કેમ કે ભાજપ અને આરએસએસ એક રાજનેતાને આ પદ પર ઈચ્છતા હતા. આરએસએસ માટે શ્યામા પ્રસાદ મુખરજીના સમયે કાશ્મીર મુદ્દો મહત્વનો રહ્યો છે. મલિકની નિયુક્તિનો અર્થ એ પણ છે કે ઘાટી તરફથી કેન્દ્રના દ્રષ્ટિકોણ પર આરએસએસની પકડ બની રહેશે કેમ કે મલિક 2004માં જ ભાજપમાં સામેલ થયા.

પૂર્વોત્તરમાં પણ ભાજપના લોકો

પૂર્વોત્તરમાં પણ ભાજપના લોકો

ભાજપે પૂર્વોત્તરમાં પણ ગવર્નર તરીકે રાજનેતાઓને જ પસંદ કર્યા છે. જે આ ક્ષેત્રમાં એના પોતાના રાજનૈતિક પ્રભાવને વધારવાનો ઉદ્દેશ્ય પૂરો કરે છે. 2014થી નરેન્દ્ર મોદી સરકારે આ ક્ષેત્રના લોકોને કેટલીય વખત અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ એમની સાથે છે. એટલું જ નહીં એક કેન્દ્રીય મંત્રીએ દરેક પખવાડિયે ઓછામાં ઓછા 15 દિવસમાં એક વાર પૂર્વોત્તરના સાતેય રાજ્યોની મુલાકાત લીધી છે.

માત્ર 3 રાજ્યોના રાજ્યપાલ ભાજપના નથી

માત્ર 3 રાજ્યોના રાજ્યપાલ ભાજપના નથી

પૂર્વોત્તરમાં અરુણાચલ પ્રદેશને છોડીને તમામ રાજ્યોમાં ભાજપે રાજ્યપાલ તરીકે પોતાના નેતાઓની જ નિયુક્તિ કરી છે. અરુણાચલમાં સેવા નિવૃત્ત બ્રિગેડિયર બીડી મિશ્રા રાજ્યપાલ છે. આવી રીતે ઈએસએલ નરસિમ્હ જે એક સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારી આંધ્ર પ્રદેશ અને તેલંગણાના રાજ્યપાલ છે અને યુપીએ -2 સરકારે તેમની નિયુક્તિ કરી હતી. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી સતશિવમ એવા ત્રીજા રાજ્યપાલ છે જે ભાજપના નથી. 2014માં એમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. બાકી તમામ રાજ્યોમાં ભાજપના જ નેતાઓની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ પણ વાંચો- આનંદીબેન પટેલ બન્યા મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ

lok-sabha-home

English summary
Except 3 Governors in the country, rest are ex BJP leaders.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+1353354
CONG+09090
OTH09898

Arunachal Pradesh

PartyLWT
BJP23436
JDU077
OTH11112

Sikkim

PartyWT
SKM1717
SDF1515
OTH00

Odisha

PartyWT
BJD112112
BJP2323
OTH1111

Andhra Pradesh

PartyLWT
YSRCP0151151
TDP02323
OTH011

LOST

Nimmala Kistappa - TDP
Hindupur
LOST
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more