વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું પાકિસ્તાનનું સિયાલકોટ, સેનાના વેરહાઉસમાં લાગી ભીષણ આગ
રિપોર્ટ અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ ઉત્તરી પાકિસ્તાનના સિયાલકોટ શહેરમાં થયો છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ બ્લાસ્ટ ખૂબ જ ખતરનાક છે, જેમાં મોટી સંખ્યામાં લોકોના માર્યા જવાની આશંકા છે.
ઈસ્લામાબાદ, 20 માર્ચ : પાકિસ્તાનમાં ફરી એકવાર ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકોના મોત થવાની આશંકા છે. રિપોર્ટ અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ ઉત્તરી પાકિસ્તાનના સિયાલકોટ શહેરમાં થયો છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ બ્લાસ્ટ ખૂબ જ ખતરનાક છે, જેમાં મોટી સંખ્યામાં લોકોના માર્યા જવાની આશંકા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સેનાના વેરહાઉસમાં આગ લાગી છે, ત્યારબાદ સતત વિસ્ફોટ થઈ રહ્યા છે.

સિયાલકોટમાં બોમ્બ વિસ્ફોટ
અહેવાલો અનુસાર, પંજાબ પ્રાંતના કેન્ટોનમેન્ટ વિસ્તારની નજીક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ડેઇલી મીલના એડિટર ઋષિ સૂરીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ સૈન્ય મથક પર અનેક વિસ્ફોટોના અહેવાલ છે. પ્રાથમિક સંકેતો છે કે, તે દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર છે. એક મોટી આગ સળગી રહી છે. કારણ હજુ સુધી અચકાસાયેલ છે. ઉલ્લેખનીય છે કે, કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી ઉપલબ્ધ નથી.
What Happening in #Sialkot pic.twitter.com/069oAVassm
— Samra (@SamraMehar5) March 20, 2022












Click it and Unblock the Notifications
