For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'PM મોદી રાજીનામુ આપો' હેશટેગને FBએ કર્યુ બ્લૉક, કહ્યુ - 'ભૂલ થઈ ગઈ, ભારત સરકારે કંઈ નહોતુ કહ્યુ'

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ નહિ કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની જોરદાર ટીકા થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરનો ભારતમાં પ્રકોપ ચાલુ છે. ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ નહિ કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની જોરદાર ટીકા થઈ રહી છે. આ દરમિયાન ફેસબુક, ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'PM મોદી રાજીનામુ આપો' ( #ResignModi) હેશટેગ ચલાવવામાં આવી રહ્યુ છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાનુ આહ્વાન કરનાર આ હેશટેગ #ResignModiને બુધવારે (28 એપ્રિલ) ફેસબુકે થોડા સમય માટે બ્લૉક કરી દીધુ હતુ. 'ધ ગાર્ડિયન'માં છપાયેલા રિપોર્ટ મુજબ ફેસબુકે હેશટેગને બ્લૉક કરીને 12 હજારથી વધુ એવી પોસ્ટને પણ ડાઉન કરી દીધી જેમાં પીએમ મોદીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી અને સરકારની ટીકા થઈ હતી.

pm modi

FBએ કહ્યુ #ResignModi ભૂલથી થઈ ગયુ હતુ બ્લૉક

જો કે 'ધ વૉલ સ્ટ્રીટ જનરલ' એ પોતાના રિપોર્ટમાં લખ્યુ છે કે ફેસબુકે હેશટેગ #ResignModiને બુધવારે બ્લૉક કર્યાના થોડા કલાકો બાદ તેને ફરીથી ચાલુ કરી દીધુ છે. ફેસબુકે કહ્યુ છે કે હેશટેગ #ResignModi ભૂલથી બ્લૉક થઈ ગયુ હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના સંકટ પર ભારતીયોની પ્રતિક્રિયા અને સાર્વજનિક અસંતોષ પર અંકુશ લગાવવાના સરકારના પ્રયાસો વચ્ચે #ResignModi હેશટેગને ફેસબુક પર ઘણા કલાકો માટે રોકી દેવામાં આવ્યુ હતુ.

ફેસબુકે ન જણાવ્યુ કેમ કરવામાં આવી આ કાર્યવાહી?

'PM મોદી રાજીનામુ આપો' આ હેશટેગનો કેમ બ્લૉક કરવામાં આવ્યુ તેના પર ફેસબુકે એ કહેવાનો ઈનકાર કરી દીધો કે શું કાર્યવાહી થઈ છે અને કેમ એક્શન લેવામાં આવી છે. જો કે ફેસબુકે આ હેશટેગને હટાવવા માટે માફી માંગી છે. ફેસબુકના પ્રવકતા એંડી સ્ટોને કહ્યુ, 'ભારત સરકારે અમને આમ કરવા માટે નહોતુ કહ્યુ, અમારી ભૂલથી આ હેશટેગ બ્લૉક થઈ ગયુ હતુ. ભારત સરકારે અમને ફરીથી ચાલુ કરવા માટે કહ્યુ નથી. અમે આના માટે માફી માંગીએ છીએ.'

1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન ત્યારે જ લાગશે...1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન ત્યારે જ લાગશે...

ટ્વિટર પર લોકોએ આપી માહિતી કે FBએ બ્લૉક કર્યા છે મોદીવાળા હેશટેગ

ભારતના ઘણા ફેસબુક યુઝરે ટ્વિટર પર પોસ્ટ કરીને એ વાતની માહિતી આપી કે 'મોદીના રાજીનામા'વાળા હેશટેગ ફેસબુક પર જોવાથી રોકી દેવામાં આવ્યુ છે. ફેસબુક યુઝરે જ્યારે હેશટેગ #ResignModiને સર્ચ કરી રહ્યા હતા ત્યારે અથવા આ સાથે પોસ્ટ કરવા માંગતા હતા ત્યારે તેમને એક નોટિફિકેશન દેખાઈ રહ્યુ હતુ. જેમાં લખ્યુ હતુ - 'કમ્યુનિટી ગાઈડલાઈનને સુરક્ષિત રાખો. #ResignModi સાથે કરવામાં આવેલ પોસ્ટ હિડન(છૂપાયેલુ) છે. કારણકે તેમાં અમુક એવા પણ કન્ટેન્ટ છે જે અમારી કમ્યુનિટી ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરે છે.'

English summary
Facebook blocked hashtag calling on PM Modi to resign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X