For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ફેસબુકના COOને કહ્યું ; સુશાસન માટે Facebookનો ઉપયોગ કરી શકાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સીઓઓ શેરિલ સેન્ડબર્ગની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં તેમણે સેન્ડબર્ગને જણાવ્યું કે ફેસબુકનો ઉપયોગ સુશાસન (ગુડ ગવર્નન્સ) માટે થઇ શકે છે.

મુલાકાત અંગે નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ

આ મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું હતું. આ સાથે મુલાકાતનો ફોટો પણ મુક્યો હતો. પોતાની ફેસબુકના સીઓઓ શેરિલ સેન્ડબર્ગ સાથેની મુલાકાત અંગે તેમણે જણાવ્યું કે 'શેરિલ સેન્ડબર્ગ સાથેની મારી બેઠક ફળદાયી નીવડી છે. તેમણે મને જણાવ્યું કે ફેસબુક માટે ભારત ખુબ જ અગત્યનો દેશ છે. કારણ કે ભારતમાં એક્ટિવ ફેસબુક યુઝર્સની સંખ્યા ખૂબ ઊંચી છે.'

1

1

નરેન્દ્ર મોદી - શેરિલ સેન્ડબર્ગની મુલાકાત

2

2

નરેન્દ્ર મોદી - શેરિલ સેન્ડબર્ગની મુલાકાત

3

3

નરેન્દ્ર મોદી - શેરિલ સેન્ડબર્ગની મુલાકાત

4

4

નરેન્દ્ર મોદી - શેરિલ સેન્ડબર્ગની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'હું પોતે સોશિયલ મીડિયાનો મોટો વપરાશકાર છું. આથી મેં તેમની સાથે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગથી સુશાસન અને સરકાર તથા નાગરિકો વચ્ચે કેવી રીતે સારો ચર્ચા થઇ શકે તે અંગે વાત કરી હતી. આ ઉપરાંત મેં તેમને ફેસબુક જેવા માધ્યમની મદદથી ભારતમાં પર્યટકોને કેવી રીતે આકર્ષી શકાય તે અંગે પણ જણાવ્યું હતું.'

વર્તમાન સમયમાં અમે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવા માંગીએ છીએ. એને તેથી મેં શ્રી સેન્ડબર્ગને ફેસબુક અમારા આ સાહસમાં કેવી રીતે મદદ કરી શકે તે અંગે વાત કરી હતી.

મુલાકાત અંગે શેરિલ સેન્ડબર્ગની ફેસબુક પોસ્ટ

આજે મારા અને મારા ફેસબુકના સહયોગીઓ માર્લે લેવિન અને આંખી દાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું આનંદની વાત હતી. મેં લગભગ 22 વર્ષ પહેલા મારી કારકિર્દીની શરૂઆત ભારતમાં વર્લ્ડ બેંકની ઇન્ડિયા હેલ્થ ટીમના સભ્ય તરીકે કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક સપ્તાહથી મને ભારતમાં રહેવાની તક મળી છે તે મારા માટે ખાસ બની રહી છે.

વિશ્વમાં કોઇ પણ અર્થતંત્રને સશક્ત બનાવવા માટે જરૂરી છે કે મહિલા સહિત સૌને સમાન તક મળે. આ માટે મને વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીને મળીને તેમના છોકરીઓ અને મહિલાઓને શિક્ષણ આપવાના પ્રયાસને બિરદાવવાની તક મળી એ મારા માટે મોટી વાત છે.

હું તેમને ચૂંટાઇ આવવા બદલ અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત ચૂંટણીઓમાં મતદારો સાથે જોડાવા ફેસબુકના ઉપયોગ અંગે પણ અભિનંદન આપું છું. તેમણે અમને અસરદાર પ્રશાસન માટે વિશ્વભરના લોકો સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલી ભર્યું છે. તેમણે જણાવ્યું છે કે આવનારા સમયમાં પણ તેઓ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ િવશ્વ અને ભારતના લોકો સાથે સંપર્કમાં રહેવા માટે ચાલુ રાખશે.

ભારત વિશ્વ અર્થતંત્ર માટે અને ફેસબુક માટે મહત્વનું છે. ઇન્ટરનેટ પર અમે સાથે કામ કરવા માંગીએ છીએ. કોઇપણ બાબતની પહોંચ એક તક આપે છે. તેના કારણે ભારતીય લોકોની આર્થિક, સામાજિક અને રાજકીય તકો વધશે.

વિચારોની આ આપ-લે અમારા માટે સન્માનની બાબત રહી છે. ભવિષ્યમાં આ સબંધ વધારે મજબૂત બનાવવા ઇચ્છીએ છીએ.

English summary
Facebook can be used for governance, Narendra Modi tells Facebook COO Sheryl Sandberg.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X