For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના દર્દીઓ માટે સેનાએ 1000 બેડની હોસ્પિટલ બનાવવાનો દાવો ખોટો- Fact Check

કોરોનાના દર્દીઓ માટે સેનાએ 1000 બેડની હોસ્પિટલ બનાવવાનો દાવો ખોટો- Fact Check

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક તસવીરો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે સેનાએ રાજસ્થઆનના બાડમેરમાં માત્ર થોડાદિવસની અંદર જ એક મોટી હોસ્પિટલ બનાવી દીધી છે. મેસેજમાં કહેવામાં આવ્યું કે કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં 1000 બેડ છે એટલે કે અહીં 1000 લોકોને આઈસોલેશનમાં રાખી શકાય છે.

Fact Check

આ મેસેજમાં જે તસવીર છે, તેમાં ભારતીય સેનાના લોકો બેઠા છે અને એક તરફ કેટલાક બેડ છે. આ મેસેજને ફેસબુક પર લાખો લોકો શેર કરી ચૂક્યા છે અને કોમેન્ટ કરી ચૂક્યા છે. જેને ભારતીય સેનાએ પૂરી રીતે ખોટો અને ફેક ગણાવ્યો છે. આર્મી તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે જે વાતો મેસેજમાં કહેવામાં આવી રહી છે તે પાયાવિહોણી છે.

કોરોના વાયરસના તેજીથી ફેલાતા સંક્રમણ વચ્ચે તત કેટલાય પ્રકારના મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેનાને સામૂહિક દાહ સંસ્કાર માટે પ્રશિક્ષિત કરવામાં આી રહ્યું છે. કોરોના વાયરસથી ઈટલીમાં મોટી સંખ્યામાં મોત બાદ મૃતકોના અંતિમ સંસ્કાર માટે સેનાને લગાવવામાં આ્યા છે. ઈટલીની તસવીરોનો હવાલો આપતા એક મેસેજ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ સેનાને એવી સ્થિતિ માટે ટ્રેનિંગ આપવામાં આી રહી છે. સેનાના પ્રવક્તા અમન આનંદે તેને એકદમ જૂઠા અને ખોટા ગણાવવામાં આવ્યા છે.

જણાવ દઈએ કે બુધવારે ભારતમાં કોરોનાવાઈરસથી સંક્રમિત મામલાની સંખ્યા 562 સુધી પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીથી 9 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. દુનિયાભરમાં વાત કરીએ તો સાઢા ચાર લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 19 હજાર લોકોના મોત થયાં છે. ઈટલીમાં સૌથી વધુ 6800 લોકોના મોત થયા છે.

કોરોનાવાઈરસને પગલે RBI પોતાનું નાણાકીય વર્ષ બદલશે? Fact Checkકોરોનાવાઈરસને પગલે RBI પોતાનું નાણાકીય વર્ષ બદલશે? Fact Check

English summary
fake msg about Indian Army Set Up 1000 Bed Quarantine Facility in Barmer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X