For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: પીએમ કેર્સ ફંડની આ નકલી યુપીઆઈ આઈડીથી રહો સાવચેત

યુપીઆઈ આઈડી દ્વારા દાન માંગવામાં આવી રહ્યુ છે જેનાથી બચવાની સરકારે ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિતોની મદદ અને રાહત માટે ઈમરજન્સી ફંડમાં ઘોષણા કરી હતી ત્યારબાદ ઘણી જાણીતી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓએ PM CARES ફંડમાં મદદની રકમ આપી છે. પરંતુ આ નામ પર નકલી યુપીઆઈ આઈડી દ્વારા દાન માંગવામાં આવી રહ્યુ છે જેનાથી બચવાની સરકારે ચેતવણી આપી છે.

pm cares fund

પીએમ મોદીની અપીલ બાદ લોકોએ ફંડ ટ્રાન્સફર કરવાનુ શરૂ કરી દીધુ પરંતુ ઠગોએ એક નકલી યુપીઆઈ બનાવ્યુ અને તે ફાળો માંગવા લાગ્યા. આની ખબર મળતા જ પોલિસ અને બેંક અધિકારીઓ તરત જ હરકતમાં આવી ગયા. પોલિસે આ બાબતે કેસ નોંધીને બેંકની મદદથઈ આ નકલી આઈડીને બંધ કરાવી દીધુ છે. પોલિસ આ નકલી આઈડીવાળા વ્યક્તિને શોધી રહી છે.

આ વિશે પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે ટ્વિટ કરીને માહિતી આપી. પીઆઈબી તરફથી કહેવામાં આવ્યુ, પીએમ કેર્સ ફંડના નામે નકલી યુપીઆઈ આઈડીથી સાવચેત રહો. પીએમ કેર્સ ફંડમાં ડોનેટ કરવા માટે અસલી યુપીઆઈ આઈડી છે - pmcares@sbi. પીએમ મોદીએ દેશની જનતાને અપીલ કરી છે અને કહ્યુ છે કે આ સંકટની ઘડીમાં PM CARES ફંડમાં યોગદાન આપો. દેશના અલગ અલગ લોકોને કોરોના વાયરસ સામે આ જંગમાં મદદ કરવા ઈચ્છે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ ફંડનો ઉપયોગ આગળ પણ ઈમરજન્સીની સ્થિતિમાં કરવામાં આવી શકે છે. પીએમ મોદીની આ અપીલ બાદ બૉલુડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની રકમ PM CARESમાં આપવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત ગૌતમ અદાણી અને ટાટા સહિત ઘણી કંપનીઓએ ફંડાં દાન આપવા આગળ આવ્યા છે.

આ પણ વાંચોઃ શું 21 દિવસ બાદ વધુ લંબાવવામાં આવશે લૉકડાઉન? સરકારે આપ્યો જવાબઆ પણ વાંચોઃ શું 21 દિવસ બાદ વધુ લંબાવવામાં આવશે લૉકડાઉન? સરકારે આપ્યો જવાબ

English summary
fake news buster: Beware of this fake UPI ID which asks you to contribute towards PM Cares Fund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X