For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું ArogyaSetu એપ દ્વારા લોકો પર નજર રાખશે સરકાર?

Fact Check: શું ArogyaSetu એપ દ્વારા લોકો પર નજર રાખશે સરકાર?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક કોરોના ટ્રેકર એપ લૉન્ચ કરી છે, જેને ArogyaSetu નામ આપવામાં આવ્યું છે. આ એપની મદદથી કોરોના સંક્રમિત સખ્તના સંપર્કમાં આવવાથી બચી શકાય છે. જેવા જ તમે કોઈ સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થાવ છો આ એપ તમને અલર્ટ આપશે. જો કે સોશિયલ મીડિયા પર આને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોગ્ય સેતુ દ્વારા લોકો પર નજર રાખવામાં આવશે, જે પાયાવિહોણી વાત છે.

aarogya setu

સોશિયલ મીડિયા પર કેટલાય યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે સરકાર આરોગ્ય સેતુ દ્વારા વ્યક્તિગત ડેટા એકઠા કરશે, જે બાદ સરકારે સ્પષ્ટીકરણ જાહેર કર્યું. જેને લઈ પીઆઈબીના ફેક્ટ ચેકે ટ્વીટ કરી જણાવ્યું કે ArogyaSetuને વાયરલ થઈ રહેલો દાવો પાયાવિહોણો છે. સાથે જ એમ પણ જણાવ્યું કે આ એપ કોઈપણ સંવેદનશીલ અંગત ડેટા સાથે યૂઝરના સ્થાન અને ડેટાને લિંક નથી કરતો.

આ ઉપરાંત આ યૂઝરને હેકિંગ માટે અસુરક્ષિત નથી બનાવતો. આ એપ નવા મામલાનો પતો લગાવશે અને માત્ર એવા લોકોને જ અલર્ટ મોકલશે જે વ્યક્તિ સંક્રમિતોની આસપાસ રહી રહ્યા છે. જેમ કે તમે કોઈ સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થાવ છો તો આ એપ તમને અલર્ટ મોકલશે. એન્ડ્રોઈડ અને આઈફોન માટે ઉપલબ્ધ આ એપમાં બ્લૂટૂથ, લોકેશન અને મોબાઈલ નંબરનો ઉપયોગ કોરોના સંક્રમિત વ્યક્તિઓને ટ્રેક કરવામાં આવે છે.

આ એપમાં કોરોનાના હેલ્થ સેન્ટર અને સેલ્ફ આસેસમેન્ટ ટેસ્ટ જેવી જાણકારી પણ હાજર છે. આ એપને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ અંતર્ગત NICએ ડિઝાન કરી છે. આ એપનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે અથવા એપ સ્ટોરી AarogyaSetu એપ ઈન્સ્ટોલ કરવાની છે. આ એપસરકારને COVID-19 સંક્રમણના પ્રસારના જોખમનુ આંકલન કરવા માટે જરૂરી અને સમયસર પગલાં ઉઠાવવામાં મદદ કરશે અને જ્યાં જરૂરી છે ત્યાં આઈસોલેશન સુનિશ્ચિત કરશે.

COVID-19: મુંબઈ માટે આગલા 5 દિવસ અતિ મહત્વપૂર્ણ, ઈટલી-ન્યૂયોર્ક બનવાથી બચવું છેCOVID-19: મુંબઈ માટે આગલા 5 દિવસ અતિ મહત્વપૂર્ણ, ઈટલી-ન્યૂયોર્ક બનવાથી બચવું છે

English summary
fake news buster: Govt is not using ArogyaSetu app for surveillance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X