Fact Check: શું મુંબઈ પોલિસે દૂધ અને પેપર વિતરણનો સમય કર્યો છે ફિક્સ?
મુંબઈમાં જરૂરી સેવાઓના વિતરણના સમય વિશે વૉટ્સએપ અને સોશિયલ મીડિયા પર એક સંદેશ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. જેના માટે મુંબઈ પોલિસે સફાઈ આપી છે.
કોરોના વાયરસ મહામારીના કારણે આખા દેશને લૉકડાઉન કરી દેવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ત્યાંની ઉદ્ધવ સરકારે રાજ્યમાં લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ પરંતુ લોકો દ્વારા તેનુ પાલન ન કરાતા સરકારે કર્ફ્યુનુ એલાન કર્યુ છે. હવે મુંબઈમાં જરૂરી સેવાઓના વિતરણના સમય વિશે વૉટ્સએપ અને સોશિયલ મીડિયા પર એક સંદેશ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. જેના માટે મુંબઈ પોલિસે સફાઈ આપી છે.

આ ફેક મેસેજ થઈ રહ્યો છે વાયરસ
સર્ક્યુલેટ થઈ રહેલ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે મુંબઈ પોલિસ કમિશ્નર તરફથી જારી આદેશ મુજબ રોજ સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી દૂધની સપ્લાય કરી શકો છો. ન્યૂઝપેપર માટે સવારે 7 વાગ્યા સુધીને નિર્ધારિત સમય કરવામાં આવ્યો છે. વળી, શાકભાજી અન દવાની દુકાનો માટે સવારે આઠ વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ મેસેજમાં જણાવવામાં આવ્યુ છે કે આ નિયમ 24, 26 અને 30 માર્ચ સુધી લાગુ છે.
|
મુંબઈ પોલિસ બોલી - આ અફવા છે
વાયરલ થઈ રહેલા મેસેજ પર મુંબઈ પોલિસની પ્રતિક્રિયા આવી છે. પોલિસે આને અફવા ગણાવી છે. મુંબઈ પોલિસે ટ્વિટ કરીને લખ્યુ કે અફવાઓ કોરોનાથી કમ સંક્રમક નથી. આ એક અતિ સતર્ક સૂચિની જેમ દેખાઈ રહ્યુ છે. પરંતુ આ નકલી છે. કૃપા કરીને ધ્યાન આપો, મુંબઈ પોલિસ કમિશ્નર તરફથી આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. જો કોઈ પણ પ્રકારની શંકા હોય તો અમને 100 નંબર પર કૉલ કરો અથવા અમને ટ્વિટ કરો.

રાજ્યમાં કર્ફ્યૂ લાગૂ
કોરોનાવાઈરસથી જંગમાં મહારાષ્ટ્ર સરકારે મોટા પગલાં ભર્યાં છે. કલમ 144નું પાલન ના થયા બાદ હવે રાજ્યભરમાં કર્ફ્યૂ લાગૂ છે. હવે પોલીસ કોઈ ખાસ કારણ વિના ઘરથી બહાર નિકળનારાઓ પર કાર્યવાહી કરશે. રાજ્યની અંદર જિલ્લાની સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. આનાથી બીજા જિલ્લાઓથી ખાનગી વાહનોની અવરજવર નહિ થઈ શકે.












Click it and Unblock the Notifications
