For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં કોરોના મૃતકોના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની મંજૂરી

કેરળની સરકારે કોરોનાથી મરનારાના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની તેમના પરિવારજનોને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેરળમાં કોરોના મહામારીનુ સંકટ હજુ પણ ચાલુ છે પરંતુ આ દરમિયાન કેરળની સરકારે કોરોનાથી મરનારાના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની તેમના પરિવારજનોને મંજૂરી આપી દીધી છે. કેરળ સરકારના નિર્ણય બાદ હવે પરિવારજનો શબના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલ રીતિ-રિવાજને પૂરા કરી શકે છે. આ પહેલા કોવિડ પ્રોટોકૉલ હેઠળ કોરોનાથી મરનારના શબને ઘરે લઈ જવાની પરિવારજનોને મંજૂરી નહોતી.

pinarayi vijayan

કેરળમાં કોરોના સંક્રમણનો દર ઘટવાનુ નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યારે દેશમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કેરળમાં રોજ પાંચ આંકડામાં સંક્રમણના નવા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 5.52 લાખ છે જેમાં એકલા કેરળમાં 1 લાખ છે. કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યુ કે મહામારી દરમિયાન સૌથી મોટો મુદ્દો હતો કે સંબંધીઓ સ્વજનોનો ચહેરો મૃત્યુ પછી જોઈ શકતા નહોતા.

મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર ઈચ્છે છે કે કોરોનાથી મરનારના શબને તેમના પરિવારજનો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે અને પોતાની આસ્થા અનુસાર અંતિમ સંસ્કારની રસમો પૂરી કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રોજ સરેરાશ ટીપીઆર 10 ટકાથી ઉપર છે. અમે જલ્દી ટીપીઆરને 29.75 ટકાથી 10 ટકા સુધી લાવવામાં સફળ થયા છે પરંતુ હજુ પણ આમાં ઘટાડાની સંભાવના છે. અમારા માટે એ ચિંતાનો વિષય છે કે ટીપીઆ 10 ટકાથી નીચે નથી જઈ રહ્યો. ગયા સપ્તાહના આંકડા જોઈએ તે સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે કોરોનાનો ડેલ્ટા વેરિઅંટ ઘણો વધુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. પહેલી લહેરની તુલનામાં કોરોનાની બીજી લહેરે રાજ્યમાં ઘણી ઝડપથી પગ ફેલાવ્યા છે જેના કારણે આરોગ્ય વ્યવસ્થાને એટલી રીતે સારી ન કરી શકાય. કેરળમાં બીજી લહેર દરમિયાન કોરોના કેસોમાં ઘટાડો થતા થોડો સમય લાગશે. માટે આગળ લોકોને પ્રતિબંધોમાં છૂટ આપવાનો કોઈ આધાર નથી.

English summary
Families will now take bodies of covid patient home for last rite in Kerala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X