શાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ
હાલમાં જ એક તમિલ ફિલ્મ નિર્દેશક એટલી કુમારનો શાહરુખ ખાનની બાજુમાં બેઠેલો ફોટો વાયરલ થયો.
હાલમાં જ એક તમિલ ફિલ્મ નિર્દેશક એટલી કુમારનો શાહરુખ ખાનની બાજુમાં બેઠેલો ફોટો વાયરલ થયો. આ ફોટા માટે ઘણા લોકોએ એટલીને તેના કાળા રંગ માટે ટ્રોલ કરી દીધા. લોકો તેમના રંગની શાહરુખ સાથે તુલના કરીને ભદ્દી કમેન્ટ કરવા લાગ્યા. વળી અમુક ફેન્સે એટલીને ટ્રોલ કરનારાનો ઝાટકી નાખ્યા.
|
‘શાહરુખની બાજુમાં બેસવાની હેસિયત રાખે છે એ વ્યક્તિ'
એટલીને તેના રંગ માટે ટ્રોલ કરી રહેલા લોકોને જવાબ આપતા તેમના એક ફેને લખ્યુ છે - ‘તમે એટલીના રંગની મજાક બનાવો છો, તે પોતાની મહેનતથી એ મુકામ પર છે કે શાહરુખ ખાનની બાજુમાં બેસવાની હેસિયત ધરાવે છે. તમે ઘરે બેસીને પોતાના કોઈ રંગ વિશે બકવાસ કમેન્ટ કરવા સિવાય જીવનમમાં શું કર્યુ છે.'
|
‘આવા વ્યક્તિ સાથે લગ્ન કરનારીને થશે ગર્વ'
એટલીની એક અન્ય પ્રશંસકે લખ્યુ - ‘છેવટે એ એક ખૂબ જ સુંદર છોકરીનો પતિ છે. 8 ફિગરમાં પગાર મેળવે છે. પેઢીના સૌથી મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ કરે છે. તમે ગાળો આપનારા ઘટિયા જીવન જીવો છો.' તમને જણાવી દઈએ કે એટલીનો એક ફોટો પહેલા વાયરલ થયો હતો જેમાં તે પોતાની પત્ની સાથે હતા. ત્યારે પણ તેમને પોતાનાથી લાખ ગણી સારી પત્ની મળી જવાની વાત કહીને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
|
લોકો બોલ્યા - પાક્કુ શાહરુખ સાથે આવી રહી છે એટલીની ફિલ્મ
વળી, એટલીના ફેન આ ફોટો જોઈને એ પણ બોલ્યા કે ફોટો જોઈને લાગી રહ્યુ છે કે પાક્કુ એટલી શાહરુખ સાથે કોઈ ફિલ્મ લઈને આવવાના છે. કંઈક તો ખાસ ચાલી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
