For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલનઃ મુઝફ્ફરનગરમાં મહાપંચાયત, થઈ શકે છે મોટો નિર્ણય

નરેશ ટિકેતે મોટુ નિવેદન આપીને કહ્યુ કે શુક્રવારે મુઝફ્ફરનગરમાં જીઆઈસી મેદાનમાં મહાપંચાયત થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી બૉર્ડર પર યુપી સરકાર સામે ચાલી રહેલી ખેડૂતોની લડાઈ હવે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ચાલુ થઈ શકે છે. પશ્ચિમી યુપીના ખેડૂત ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકેત અને રાકેશ ટિકેતના સમર્થનમાં કૂદી ગયા છે. મુઝફ્ફરનગરમાં ભારતીય ખેડૂત નરેશ ટિકેતના આહ્વાન પર પંચાયત બોલાવવામાં આવી. મહાપંચાયતના બે કલાક બાદ ફરીથી ઈમરજન્સી પંચાયત બોલાવવામાં આવી. આ દરમિયાન નરેશ ટિકેતે મોટુ નિવેદન આપીને કહ્યુ કે શુક્રવારે મુઝફ્ફરનગરમાં જીઆઈસી મેદાનમાં મહાપંચાયત થશે.

farmers

આમાં બધા ખેડૂતોએ 11 વાગ્યા સુધી પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે. સ્થિતિ બગડે કે ભલે ગમે તે થાય ખેડૂતોને કોઈ અર્થ નહિ. તમને જણાવી દઈએ કે ખેડૂતોના હોલ્ડવાળા ગામોમાં ભેગા થવાનુ અનાઉસન્સમેન્ટ કરવામાં આવ્યુ છે. રાકોશ ટિકેતની આંખમાં આંસુ જોઈને ખેડૂતો ગુસ્સામાં છે. સરકાર તેમજ પ્રશાસન તરફથી આરપારની લડાઈ પર પંચાયત બોલાવવામાં આવી છે. ખેડૂત નેતાઓ સાથે BKUના પદાધિકારી પંચાયતમાં પહોંચ્યા. પશ્ચિમ યુપીથી ગાજીપુર બૉર્ડર ભારે ભીડ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગાજીપુર માટે નીકળ્યા ખેડૂતો

ગાજીપુર માટે નીકળેલા ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે અહીંથી લોકો ભલે જતા રહ્યા પરંતુ ફરીથી અહીં ખેડૂતોની ભીડ હશે. શુક્રવારની સવાર સુધી મોટી સંખ્યામાં અહીં ખેડૂતો આવી જશે. મથુરા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, બિજનોર અને સહારનપુરથી લોકો ગાજીપુર બૉર્ડર માટે નીકળી પડ્યા છે.

કાયદો પાછો લેવામાં નહિ આવે તો આત્મહત્યા કરી લઈશ - ટિકેત

ટિકેતે રડતા રડતા મીડિયાને કહ્યુ કે મારા ખેડૂતોને મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. હું અહીંથી ખાલી નહિ કરુ. અમને મારવાનુ ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. આ વૈચારિક લડાઈ છે. ખેડૂતો સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે જો કાયદો પાછો ન લીધો તો હું આત્મહત્યા કરી લઈશ. પ્રશાસને અમારી બધી સુવિધાઓ હટાવી દીધી છે પરંતુ અમે અહીંથી નહિ હટીએ.

દિલ્લી કૂચ કરવાનુ કર્યુ એલાન

હરિયાણાના ખેડૂતોએ ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યુ અને જીંદના કંડેલા ગામમાં જામ લગાવી દીધો. ખેડૂતોએ જીંદ-ચંદીગઢ રોડને જામ કર્યો અને દિલ્લી માટે કૂચ કરવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઈએ કે ટિકરી બૉર્ડર પર ખેડૂતોની સંખ્યા ઘટી ગઈ છે. હરિયાણાના અમુક ખેડૂત ટિકરી બૉર્ડરથી પાછા જતા રહ્યા છે. ટિકરી બૉર્ડર પર પણ પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે. આ સાથે જ દિલ્લી-યુપીના ગાજીપુર બૉર્ડર પર ખે઼ડૂતોને પહોંચવાથી રોકવા માટે પોલિસ પ્રશાસને ભારે બંદોબસ્ત કર્યા છે. ભારે સંખ્યામાં પોલિસ બળ અને આરએએફ તૈનાત કરવામાં આવ્યુ છે. ગાજીપુર બૉર્ડર આસપાસના વિસ્તારોને બેરિકેડ્ઝથી ઘેરી લેવામાં આવ્યા છે.

Farmers Protest: હિંસા બાદ ખેડૂત સંગઠનોની બેઠક, કહ્યું- શાંતિપૂર્ણ સંઘર્ષ સામે ગંદુ ષડયંત્ર રચ્યુંFarmers Protest: હિંસા બાદ ખેડૂત સંગઠનોની બેઠક, કહ્યું- શાંતિપૂર્ણ સંઘર્ષ સામે ગંદુ ષડયંત્ર રચ્યું

English summary
Farmaers Protest: Mahapanchayat at Muzaffarnagar, ground report of Rakesh Tikait protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X