For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો અને સરકાર વચ્ચે થશે આજે 10માં દોરની વાતચીત, SCમાં થશે ટ્રેક્ટર રેલી પર સુનાવણી

આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 10માં દોરની વાતચીત થવાની છે.

|
Google Oneindia Gujarati News

Farmers, Centre to hold 10th round of talks today: છેલ્લા 56 દિવસોથી દિલ્લી પાસેની સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન સતત ચાલુ છે. ખેડૂતો નવા કૃષિ કાયદાને રદ કરવાની વાત કરી રહ્યા છે. વળી, આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 10માં દોરની વાતચીત થવાની છે. આ વાતચીત બપોરે 2 વાગે વિજ્ઞાન ભવનમાં થશે. તમને જણાવી દઈએ કે આ બેઠક 19 જાન્યુઆરી સોમવારે થવાની હતી પરંતુ તેને ફરીથી એક દિવસ માટે ટાળી દેવામાં આવી હતી. વળી, સુપ્રીમ કોર્ટ આજે ખેડૂતોની 26 જાન્યુઆરીએ પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી મામલે પણ સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે દિલ્લી પોલિસના માધ્યમથી અરજી દાખલ કરવામાં આવી છે જેમાં 26 જાન્યુઆરીએ સંભવિત ટ્રેક્ટર રેલી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે કારણકે આ રેલીથી ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં અડચણ આવી શકે છે.

farmers

SC તરફથી બનાવવામાં આવેલી સમિતિ 21 જાન્યુઆરીએ કરશે બેઠક

વળી, કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદા(Farm Laws) પર બધા પક્ષો સાથે વાતચીત માટે સુપ્રીમ કોર્ટ તરફતી બનાવવામાં આવેલી સમિતિ(21 જાન્યુઆરી)એ ખેડૂતો સાથે પોતાની પહેલી બેઠક કરશે. સમિતિના સભ્ય અનિલ ધનવતે જણાવ્યુ કે અમે આજે બધા સભ્યો સાથે બેઠક કરી. બેઠકમાં સમિતિએ નિર્ણય લીધો કે ખેડૂતો સાથે પહેલી બેઠક 21 જાન્યુઆરીએ સવારે 11 વાગે થશે. જે ખેડૂત સંગઠન બેઠકમાં ન આવી શકે તેમનો મત વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જાણીશુ.

સરકાર અને ખેડૂતો વચ્ચેની અત્યાર સુધીન વાતચીત નિષ્ફળ રહી

સરકાર અને ખેડૂતો વચ્ચેની અત્યાર સુધીની વાતચીત નિષ્ફળ રહી છે. ભારતીય ખેડૂત યુનિયન(ભાકિયુ) નેતા રાકેશ ટિકૈતે બે દિવસ પહેલા જ કહ્યુ હતુકે ખેડૂતો કેન્દ્રના નવા કૃષિ કાયદા સામે મે 2024 સુધી પ્રદર્શન કરવા માટે તૈયાર છે અને દિલ્લીની સીમાઓ પર ચાલી રહેલ ખેડૂતોની આંદોલન વૈચારિક ક્રાંતિ છે. તે લઘુત્તમ સમર્થન મૂલ્ય(એમએસપી) પર કાયદાકીય ગેરેન્ટી ઈચ્છે છે. અમે સુપ્રીમ કોર્ટ નહોતા ગયા માટે અમે સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિ સામે હાજર નહિ થઈએ. જ્યાં સુધી કાયદા પાછા નહિ લેવાય ત્યાં સુધી ઘરે પાછા નહિ જઈએ, સરકારે અમારી વાત માનવી જ પડશે.

સરકારે સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવો જોઈએ

રાકેશ ટિકેતે એ પણ કહ્યુ કે સરકારે સમજવુ જોઈએ કે કાયદાને રદ કર્યા વિના ખેડૂતો અહીંથી હટવાના નથી. આ આંદોલનને ખેડૂતોએ પોતાના દિલથી લઈ લીધુ છે અને માટે કૃષિ કાયદાને રદ કરવાની ઓછું કંઈ નહિ સમજે. સરકારે સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવો જોઈએ અને એમએસપી પર કાયદો બનાવવો જોઈએ.

ખેડૂત સંગઠન કોઈ સમાધાન નથી ઈચ્છતા

તમને જણાવી દઈએ કે આ પહેલા ખેડૂત આંદોલન માટે ભાજપ નેતા સુરજીત કુમાર જ્યાણીએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર, ખેડૂતોની બધી માંગોને પૂરી કરવા માટે તૈયાર છે પરંતુ ખેડૂતો કાયદો રદ કરવાની માંગ પર અડગ છે. મને સમજમાં નથી આવી રહ્યુ કે ખેડૂતો આ રીતની વાતો કેમ કરી રહ્યા છે, મને એમ લાગે છે કે ખેડૂતો આ સમસ્યાનો ઉકેલ જ નથી ઈચ્છતા, તેમની ઈચ્છા અને યોજના કંઈ બીજી છે, તેમનો વ્યવહાર સમજથી પરે છે.

Oath Ceremony: જો બાઈડેન અને કમલા હેરિસનો આજે શપથગ્રહણOath Ceremony: જો બાઈડેન અને કમલા હેરિસનો આજે શપથગ્રહણ

English summary
Farmers and central government to hold 10th round of talks and SC hearing on tractor rally today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X