For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર પર ઓવૈસીનો હુમલો, કહ્યુ - ખેડૂતો સાથે એવુ વર્તન થઈ રહ્યુ છે જાણે કે તે ચીનના સૈનિક હોય

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખેડૂત વિરોધ પ્રદર્શન વિશે કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખેડૂત વિરોધ પ્રદર્શન વિશે કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકાર પર ખેડૂત વિરોધ માટે જોરદાર હુમલો કરીને કહ્યુ કે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એવુ વર્તન થઈ રહ્યુ છે જાણે કે તે ચીની સેનાના સૈનિક હોય. લોકસભામાં બોલતા AIMIMના સાંસદે કેન્દ્ર સરકારને ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કહ્યુ.

ovaisi

ઓવૈસીએ કહ્યુ, 'ચીની સેનાએ આપણા 20 જવાન મારી દીધી. સરકાર તેમની શહીદીને બેકાર જવા દઈ રહી છે. ભારત હજુ પણ PP4-PP8 પર પેટ્રોલિંગ કરી શક્યુ નથી. ચીને અરુણાચલ પ્રદેશમાં એલએસી પાસે એક આખુ ગામ વસાવી લીધુ છે અને આપણી સરકારમાં એટલુ સાહસ નથી કે તે ચીનને એમ કહી શકે કે તેણે આ કર્યુ છે.'

તેમણે આગળ કહ્યુ, 'આપણે ખેડૂતોને રોકવા માટે ટિકરી, સિંધુ અને ગાજીપુર બૉર્ડર પર માળખાગત ઢાંચો ઉભો કરી દીધો છે પરંતુ અરુણાચલ પ્રદેશમાં નહિ. ખેડૂતો સાથે આ પ્રકારનુ વર્તન કરવામાં આવી રહ્યુ છે જાણે કે તે ચીની સેનાના સૈનિક હોય... તમારે પોતાના અહંકારને અલગ રાખીને કૃષિ કાયદાને પાછા લેવા પડશે.'

તેમણે આરોપ લગાવ્યો, 'ચીન ભારતની જમીન પર કબ્જો કરી રહ્યુ છે પરંતુ પ્રધાનમંત્રી ચીનનુ નામ સુદ્ધા નથી લઈ રહ્યા. ચીન પોતાના માળખાગત ઢાંચા અને સેનાની તાકાત વધારવા પર જોર આપી રહ્યુ છે. હું સરકાર પાસેથી જાણવા માંગુ છે કે સરકારે એ વખતની શું તૈયારી કરી છે જ્યારે બરફ પિગળશે અને ચીન એક વાર ફરીથી ભારતીય સેના પર હુમલો કરવાની કોશિશ કરશે.'

INS વિરાટઃ સુપ્રીમ કોર્ટે તોડવાની પ્રક્રિયા પર લગાવી રોકINS વિરાટઃ સુપ્રીમ કોર્ટે તોડવાની પ્રક્રિયા પર લગાવી રોક

English summary
Farmers are being treated as if they are Chinese Army soldiers - Asaduddin Owaisi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X